Rain Forecast:હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં જુલાઇ કરતાં ઓછો વરસાદ રહેવાનું અનુમાન છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 78 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.


હવામાન વિભાગના અનુમાન મુજબ  ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર ગોવા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તારોમાં સામાન્ય કરતાં થોડો ઓછો વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. જુલાઇમાં ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો 78 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગે કચ્છમાં 135 ટકા, તો સૌરાષ્ટ્રમાં 105 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. અન્ય ઝોનમાં પણ 60 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ગયા વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં રાજ્યમાં 13 ટકા વધુ વરસાદ વરસ્યો છે. 


ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ગુજરાતમાં કેવું રહેશે હવામાન


ગુજરાતમાં આગામી 2 ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં થોડો ઓછો વરસાદ રહેશે તેવો અનુમાન હવમાન વિભાગે વ્યક્ત કર્યો છે. સૌરાષ્ટ્રના ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, તથા આણંદ અને ભરૂચ જેવા વિસ્તારોમાં પણ વરસાદ ઓછો રહેશે અને  તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાનો હવામાન વિભાગે પૂર્વાનુમાન કર્યો છે.                 


 વર્તમાન હવામાન સ્થિતિની વાત કરીએ તો હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. દરિયામાં કરંટની સંભાવનાને લઈને પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં બુધવાર અને શુક્રવારે વરસાદનું અનુમાન છે.                      


રાજ્યના 16 તાલુકાઓમાં 60 ઈંચથી વધુ  વરસાદ વરસી ચૂક્યો છે. કપરાડામાં સૌથી વધુ 95 ઈંચ વરસાદ વરસ્યો છે. હજુ રાજ્યના સાત તાલુકામાં  10 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે. આ વર્ષે જુલાઈ મહિનામાં રાજ્યમાં  17.78 ઈંચ વરસાદ વરસ્યો છે. ગત વર્ષે જુન મહિનામાં 21.25 ઈંચ વરસાદ વરસ્યો હતો.                                 


રાજ્યમાં આ વર્ષે વરસાદી આફતમાં અત્યાર સુધીમાં 158 લોકોએ  જીવ ગુમાવ્યાં છે. 58 લોકોના તણાઈ જવાથી મોત થયા છે. પૂર-વાવાઝોડાની સ્થિતિમાં 21 હજાર જેટલા મકાનોને નુકસાન પહોંચ્યું છે.