Biparjoy Cyclone:ચક્રવાત બિપરજોય હવે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. તે આજે બપોર સુધીમાં રાજસ્થાનમાં ત્રાટકી શકે છે.  હવે આ વાવાઝોડુ ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે. જાણીએ ડીપ ડિપ્રેશનમાં  પવનની કેટલી સ્પીડ હોય છે.


જાણો ડીપ ડિપ્રેશન શું છે?


જ્યારે પવનની ગતિ 31-50 કિમી/કલાકની આસપાસ હોય ત્યારે તેને ડિપ્રેશન કહેવામાં આવે છે. બીજી તરફ, જ્યારે પવનની ગતિ 51-62 કિમી/કલાકની વચ્ચે હોય ત્યારે તેને ડીપ ડિપ્રેશન કહેવામાં આવે છે. આ ગતિ પછી, ડિપ્રેશન તોફાન બની જાય છે. સુપર સાયક્લોનિક તોફાન: 220 કિમી/કલાકથી વધુની ઝડપે આગળ વધે છે.


સૌરાષ્ટ્ર અને કચ્છથી વાવાઝોડુ પસાર થઇ ગયું છે પરંતુ હજું પણ તેની અસર હવામાનમાં જોવા મળી રહી છે.  જો કે કચ્છમાં હાલ  75થી 95 કિ.મીની ઝડપે પવન ફુકાઇ રહ્યો છે, વાવાઝોડાની અસરના કારણે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યા છે.


હવામાન વિભાગના અનુમાન મુજબ પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં પણ છૂટછવાયો વરસાદ થઇ શકે છે. રાજ્યમાં હજું પણ તમામ બંદરો પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ મૂકવામાં આવ્યું છે.


હાલ વાવાઝોડાની આઈ દેખાઈ નથી રહી. જ્યારે આઈ દેખાતી હતી ત્યારે તે 50 કિલોમીટરમાં ફેલાયેલી હતી. આજે પૂરું વાવાઝોડું પૂર્ણ નહીં થાય. પરંતુ સાંજે અથવા તો આવતીકાલ સવાર સુધીમાં ડિપ્રેશન બનીને પૂર્ણ થશે તેવી શકયતા છે. સૌથી વધુ ગાંધીધામમાં 67 cm વરસાદ નોંધાયો છે.


ભારતના હવામાન વિભાગ (IMD) ના નિયામક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ વાવાઝોડું બિપરજોય સંબંધિત નવીનતમ માહિતી આપી છે. IMDના ડિરેક્ટરે ગુરુવારે (15 જૂન) રાત્રે લગભગ 2 વાગ્યે જણાવ્યું હતું કે વાવાઝોડું બિપરજોય ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને ગુજરાતના જખૌ બંદર નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠે સૌરાષ્ટ્ર-કચ્છને પાર કર્યું હતું.


બિપરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થયું એ દરમિયાન અને એ પહેલા રાજ્યના અનેક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન છેલ્લા 22 કલાકના એટલે કે 15 તારીખ સવારે 6 થી 16 તારીખ સવારે 4 વાગ્યા સુધીના વરસાદી આંકડા સામે આવ્યા છે. જેમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ પડ્યો છે.


છેલ્લા 22 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો



  • કચ્છના ગાંધીધામમાં 6.6 ઇંચ વરસાદ








  • કચ્છના મુંદ્રામાં 3.7 ઇંચ વરસાદ

  • દ્વારકાના ખંભાળિયામાં 3.5 ઇંચ વરસાદ

  • કચ્છના અંજારમાં 3.5 ઇંચ વરસાદ

  • જામનગરના જામજોધપુરમાં 3.5 ઇંચ વરસાદ

  • બનાસકાંઠાના વાવમાં 3 ઇંચ વરસાદ

  • કચ્છના ભચાઉમાં 2.5 ઇંચ વરસાદ