EVM Capturing: કેટલીક ફરિયાદોને બાદ કરતા ગુજરાતમાં મંગળવારે એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું. જો કે, આ બધાની વચ્ચે દાહોદમાં બનેલી ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે, દાહોદમાં ગઈકાલે બુથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી. હવે આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.


દાહોદમાં બુથ કેપ્ચરીંગ કેસમાં અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે. બુથ કેપ્ચરીંગ કરનાર ભાજપ નેતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. બુથ કેપ્ચરીંગ કરનાર વિજય ભાભોરની ધરપકડ કરવામાં આવી છે. વિજય ભાભોરની સાથે અન્ય એકની પણ ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો છે. બુથ અધિકારી સામે કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે. રિપોર્ટ બાદ ચૂંટણી પંચ કાર્યવાહી કરશે.


કર્મચારી, પ્રિસાઈડિંગ ઓફિસરની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. જો કે, બુથ કેપ્ચરીંગ અંગે અન્ય કોઈ ફરિયાદ ન મળી હોવાની માહિતી સામે આવી છે. બુથ કેપ્ચરીંગ અંગે એબીપી અસ્મિતા પાસે મોટી જાણકારી આવી છે. પરથમપુર પ્રાથમિક શાળામાં કોણ અધિકારી તે અંગે મોટો ખુલાસો થયો છે. પ્રિસાઈડિંગ ઑફિસર તરીકે કાનાભાઈ રોહીત ફરજમાં હોવાનો ખુલાસો થયો છે. આસિ. પ્રિસાઈડિંગ ઑફિસર તરીકે ભૂપતસિંહ પરમાર ફરજમાં હોવાનો ખુલાસો થયો છે. પોલિંગ ઑફિસર તરીકે યોગેશ સોલ્યા મેલ હોવાનો ખુલાસો થયો છે. ફિમેલ પોલિંગ ઑફિસર તરીકે મયુરિકાબેન પટેલ હોવાનો ખુલાસો થયો છે. 


દાહોદ લોકસભા બેઠકમાં થયેલા બુથ કેપ્ચરિંગ અંગે સ્ટાફને કારણદર્શક નોટિસ



  • પરથમપુર પ્રાથમિક શાળામાં બુથ કેપ્ચરિંગ થયું ત્યાં હાજર અધિકારીઓને નોટિસ 

  • પ્રિસાઈડિંગ ઓફિસર, આસી. પ્રિસાઈડિંગ ઓફિસરને કારણદર્શક નોટિસ 

  • મેલ અને ફીમેલ પોલિંગ ઓફિસરને પણ કારણદર્શક નોટિસ 

  • મહીસાગર કલેકટર અને ચૂંટણી અધિકારી દ્વારા ફટકારાઈ નોટિસ 

  • પ્રિસાઈડિંગ ઓફિસર તરીકે કાનાભાઈ રોહિત હતા ફરજમાં 

  • આસી. પ્રિસાઈડિંગ ઓફિસર તરીકે ભૂપતસિંહ પરમાર હતા ફરજમાં 

  • યોગેશભાઈ સોલ્યા મેલ પોલિંગ ઓફિસર તરીકે હતા ફરજમાં 

  • મયુરિકા બેન પટેલ ફિમેલ પોલિંગ ઓફિસર તરીકે હતા ફરજમાં


“ઇવીએમ મશીન મારા બાપનું”


 દાહોદ લોકસભા બેઠક પર ભાજપ નેતાના પુત્રનું કારસ્તાન સામે આવ્યું છે. તેમણે ચુંટણીની આચારસંહિતાના નિયમોને નેવે મૂકીને સંતરામપુરમાં બુથ પર મતદાનનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું છે. આ કૃત્ય બીજા કોઇએ નહિ પરંતુ ભાજપ નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરએ કર્યું છે. વિજય ભાભોરે બુથ કેપ્ચર કરી લાઈવ સ્ટ્રીમિંગ કર્યુ હતું. આટલું જ નહિ લાઈવ સ્ટ્રીમિંગમાં બોલ્યો, “મશીન આપણા બાપનું છે, વિજય ભાભોરની શેખી, મશીન મારા બાપનું”


 



લાઈવ સ્ટ્રીમિંગમાં ભાજપના નેતાના પુત્રમાં  સત્તાના નશા જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વીડિયો વાયરલ થયા બાદ મીડિયાના અહેવાલ બાદ પ્રશાસનની કાર્યવાહી શરૂ થઇ છે. વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે પોલીસે પૂછપરછ હાથ ધરી હતી.  આ સમગ્ર ઘટનામાં લોકશાહી અને ચૂંટણીની આચારસંહિતાના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યાં છે. આ ઘટના પરથી એ પણ પોકળતા સામે આવી છે. કે અહીંના મતદાન બૂથ   CCTVથી સજ્જ હોવાના દાવા પોકળ સાબિત થયા છે.