દેવભૂમિ દ્વારકા:  બેટ દ્વારકામાં આજે દર્શન બાદ સુદર્શન સેતુ લોકાર્પણ અને દ્વારકામાં જગત મંદિરે દર્શન કરી પ્રધાનમંત્રી મોદીએ એનડીએચ ક્રિકેટ મેદાન ખાતે સભા સંબોધી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે,  ઓખા બેટ દ્વારકા વચ્ચે સુદર્શન બીચ બનતા સહુથી વધુ ખુશ પબુભા માણેક છે. તેમ જણાવતા 4100 કરોડના વિકાસ કાર્યોના ખાત મૂહૂર્ત  અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા.  દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને સોનાનો મુકુટ પહેરાવવામાં આવ્યો હતો. પબુભા માણેકના પિતાનું સ્વપ્ન હતું કે રામમંદિરનું નિર્માણ થાય જે પ્રધાનમંત્રીએ પૂર્ણ કર્યું જેથી પબુભાના પરિવાર તરફથી 90 કિલો ચાંદી રામમંદિરને અર્પણ કરવામાં આવ્યું છે. 


પ્રધાનમંત્રી મોદીએ બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુના લોકાર્પણ બાદ જગત મંદિરે દર્શન કરી અને જગદ ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરવવતી જીના આશીર્વાદ લીધા હતા. દ્વારકાથી બેટદ્વારકાને જોડતા સુદર્શન સેતુના લોકાર્પણ માટે નરેન્દ્ર મોદી આજે દેવભૂમિ દ્વારકા પહોંચ્યા હતા. પીએમ મોદીએ દ્વારકાધીશની પૂજા કરી હતી.  બાદમાં પંચકૂઈ બીચ પાસે તેઓ ભગવા વસ્ત્રોમાં પહોંચ્યા હતા. કમર પર મોરપિચ્છ  રાખી પાણીમાં તેઓ ઊતર્. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ તસવીરો એક્સ પર શેર કરી છે. તેમણે એક્સ પર લખ્યું છે કે, પાણીમાં ડૂબેલી દ્વારકા નગરીમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો.ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌનું ભલું કરે.


પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની જાહેર સભા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ,બાબુભાઈ દેસાઈ, સાંસદ પૂનમબેન માડમ , ધારાસભ્ય પબુભા માણેક અને મંત્રી મુળુભાઇ બેરા  પણ સ્ટેજ પર હાજર રહ્યા હતા. બાબુભાઈ દેસાઈએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને સોનાચાંદીની પાઘડી પહેરાવી હતી. જ્યારે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા પ્રધાનમંત્રીને સોનાનો મુકુટ પહેરાવવામાં આવ્યો હતો. સોનાના મુકુટની સાથે સુદર્શન સેતુની પ્રતિકૃતિથી પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત પબુભા માણેક દ્વારા કરવામાં આવ્યું હતું. પબુભા  માણેક દ્વારા 90 કિલો ચાંદી   અયોધ્યાના શ્રી રામ મંદિર માટે અર્પણ કરવામાં આવી હતી.  


પીએમ મોદીએ જનસભાને સંબોધતા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની ભરપુર પ્રસંશા કરી હતી, પીએમ મોદી દ્વારકામાં સુદર્શન સેતુનું લોકાર્પણ પ્રસંગે કહ્યું કે, મને આ બ્રિજ અંગે પબુભા માણેક અનેકવાર રજૂઆત કરતા હતા, પીએમે કહ્યું કે, હું મુખ્યમંત્રી હતો ત્યારે પબુભા માણેક બ્રિજ અંગે જ રજૂઆત કરતા હતા, પબુભા માણેકે સંકલ્પ લીધો હતો કે બ્રિજનું કામ કરવું જ છે, અને આજે જ્યારે આ બ્રિજનું કામ છે ત્યારે પબુભા સૌથી વધારે ખુબ છે.