ગીર સોમનાથ:  ગીર સોમનાથના તલાલામાં બાળકીની હત્યાના કેસમાં આરોપી પિતા અને મોટા બાપાને કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે બન્નેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.  આરોપી ભાવેશ અકબરી તપાસમાં સહયોગ આપતો ન હોવાનો પોલીસનો દાવો છે.  બન્ને આરોપી કોઈ તાંત્રિકના સંપર્કમા હોવાનો પણ પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે.  વળગાડ હોવાની આશંકાએ તેના પિતા અને મોટાબાપાએ 4 વર્ષીય ધૈર્યા પર અમાનવીય અત્યાચાર કર્યો હતો. બાદમાં તેની હત્યા કરી નાંખી હતી.  મૃતક બાળકીના નાનાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે જલ્લાદ પિતા અને મોટાબાપાની  ધરપકડ કરી છે. આ કેસમાં સુરતના બે તાંત્રીકની પણ પૂછપરછ કરાઈ છે. 


ગીર સોમનાથ  જિલ્લાના તાલાલાના ધાવા ગીર ગામમાં 14 વર્ષની માસૂમ દીકરીને વળગાડ હોવાની શંકાએ તેના પિતા અને મોટા બાપુએ તાંત્રિક વિધિના રવાડે ચડી વળગાડ હોવાની આશંકાએ અમાનુષી અત્યાચાર કરી તેની હત્યા નિપજાવ્યાની હચમચાવતી ઘટના સામે આવી હતી. પોતાની પુત્રીને વળગણ છે એવું પિતાને લાગતાં પોતાના ભાઈ સાથે પોતાની વાડીએ બાળકીને બાંધીને સાત દિવસ સુધી ભૂખી-તરસી રાખવામાં આવી હતી.  પિતા અને મોટા બાપુજીએ જ મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. કાતિલ હત્યારા પિતાએ માસૂમની કરેલી હત્યાની સમગ્ર ઘટનાથી તેની પત્નીને અજાણ રાખી હતી. આ હચમચાવી નાખતા ઘટસ્ફોટ બાદ માસૂમ દીકરીના નાનાએ તેના જમાઈ અને તેના મોટા ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


ચકચારી ઘટના મુદ્દે એસ.પી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે. મૃતક બાળકી ધૈર્યાના માતા પિતા શંકાના દાયરામાં છે. બાળકીનો પિતા અલગ અલગ નિવેદન આપી રહ્યો છે. બનાવ સ્થળેથી મળેલ પુરાવાના fsl રિપોર્ટ બાદ પોલીસ કોઈ નિષ્કર્ષ પર આવશે. હાલ બાળકીના પિતા સહિત પરિવારના ચાર લોકોનું ઇન્ટરોગેશન ચાલુ છે. 


તાંત્રિક વિધિના અંધ વિશ્વાસમાં ફસાયેલા બાપે પોતાની જ 14 વર્ષની દીકરીનું ગળું કાપી બલી ચડાવતા ચકચાર મચી જતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસના બાતમીદારોએ બાતમી આપી હતી કે અહીં વાડી વિસ્તારમાં ભાવેશભાઈ અકબરી નામના વ્યક્તિ છે જે સુરત રહેતા હતા અને છેલ્લા 6 મહિનાથી અહીં વતનમાં આવ્યા હતા. ભાવેશભાઈની 14 વર્ષની બાળકી ધૈર્યા જે ધોરણ 9મા અભ્યાસ કરતી હતી. પરંતુ 8મા નોરતાએ તે બાળકીની રાત્રે તેના જ પિતાએ બલી ચડાવી હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી.


પોલીસે ભાવેશભાઈ અકબરીની વાડીએ તપાસ કરતાં શેરડીની વાડીમાંથી 2 બાચકા અને એક રાખ ભરેલું જબલુ મળી આવ્યું છે. બાચકાની અંદર કપડા અને રાખ જોવા મળી. બીજી તરફ બાળકીના મોતના 4 દિવસ સુધી ગોદડામા વિટાળી હોવાના અને 7 ગામના લોકો અંતિમક્રિયા કરી હોવાના આરોપ મામલે પોલીસ અને તાલાલા મામાલદારે અન્ય લોકોની પૂછપરછ હાથ ધરી છે.