ધંધુકામાં થયેલ ફાયરિંગ વિથ મર્ડર ની મામલે, પોલીસે અલગ અલગ 7 ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. Sog , lcb , લોકલ પોલીસ થઈને કુલ 7 ટીમો તપાસમાં લાગી છે. Dysp રીના રાઠવાના સુપરવિઝનમાં સમગ્ર મામલે તપાસ થશે
ધંધુકામાં થયેલ ફાયરિંગ વિથ મર્ડર ની મામલે, પોલીસે અલગ અલગ 7 ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. Sog , lcb , લોકલ પોલીસ થઈને કુલ 7 ટીમો તપાસ માં લાગી છે. Dysp રીના રાઠવાના સુપરવિઝનમાં સમગ્ર મામલે તપાસ થશે.સમગ્ર ધંધુકા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
ધુકામાં કિશન બોડિયા નામના યુવક યુવકની હત્યા કરાઇ હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બંધ આપવામાં આવ્યું હતું. સમગ્ર ધંધુકા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
ધંધુકામાં થયેલ કિશન બોડિયાની હત્યા મામલે.આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ ધંધુકા પહોચ્યાં હતા અને મૃતકના સમાજના આગેવાનો અને પરિવારજનો સાથે મિટિંગ કરી હતી કતેમણે જણાવ્યું હતું કે, યુવાને એક સમાજ માટે નહિ પરંતુ હિન્દુ ધર્મ માટે બલિદાન આપ્યું છે. હત્યાના પગલે અત્યાર સુધીમાં પોલીસે 10 વધુ શકમંદોની ધરપકડ કરી છે.તમામ શકમંદો ની હાલ પૂછપરછ ચાલી રહી છે.
આજે સવારે પોલીસે વધુ ત્રણ લોકોની ધરપકડ કરી છે.
રાજકોટમાં પેટ્રોલપંપ પર યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
રાજકોટમાં પેટ્રોલપંપ પર યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જેમાં આત્મવિલોપનના પ્રયાસના સીસીટીવી ફુટેજ વાયરલ થયા છે. તેમાં પેટ્રોલ પંપ ઉપર જ્વલનશીલ પદાર્થ સાથે યુવક દોડી ગયો હતો. જેમાં દીવાસળી ચાંપે એ પહેલાં જ અટકાવી લેવાયો હતો. પોલીસે યુવકને અટકાયત કરી તપાસ હાથ ધરી છે. રાજકોટના રૈયા રોડ પર આવેલા ન્યારા પેટ્રોલપંપ ખાતે ગઇકાલે રાત્રે એક યુવકે શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પેટ્રોલપંપ પર હાજર સ્ટાફ અને અન્ય લોકોની સતર્કતાને કારણે યુવાનનો જીવ બચી ગયો હતો