Dharoi Dam News: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે, છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લઇને રાજ્યના મોટાભાગના ડેમો ઓવરફ્લો થયા છે. હાલમાં લેટેસ્ટ અપડેટ પ્રમાણે, મહેસાણા અને ઉપરવાસના વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ધરોઇ ડેમમાં પાણી ભરપૂર આવક નોંધાઇ છે. 


ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે પાણીની આવક ધરખમ વધારો થયો છે. હાલમાં સાબરમતી નદી અને કેનાલોમાં પાણી છોડવામાં પણ આવી રહ્યું છે.


તાજા અપડેટ પ્રમાણે, ભારે વરસાદના કારણે ધરોઇ ડેમની જળસપાટી વધીને 600 ફૂટને ઉપર પહોંચી છે, જળસ્તર 602 ફૂટ સુધી નોંધાયુ છે. મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે, હાલ ધરોઇ ડેમમાં 440 ક્યૂસેક પાણીની આવક નોંધાઇ છે, અને જળસપાટી વધીને 602 ફૂટ ઉપર પહોંચી છે. ધરોઈ ડેમમાં અત્યારનો જળસંગ્રહ કુલ 40.33 ટકા જેટલો નોંધાયો છે. દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં નદી પર એલર્ટ આપવામાં આવ્યુ છે. અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના વહિવટીતંત્રને એલર્ટ કરીને સાબરમતી નદીમાં અવરજવર નહીં કરવા તેમજ ઘટતી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં છે.


Rain Forecast : દેશના આ 20 રાજ્યોમાં ભારે વરસાદનું અનુમાન, હવામાન વિભાગે આપ્યું એલર્ટ


આ દિવસોમાં દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન જેવી સમસ્યા સર્જાઈ છે.  મેદાની વિસ્તારોમાં સતત વરસાદને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે પણ દિલ્હી-NCRમાં હળવો વરસાદ થવાની સંભાવના છે, જાણો દેશના કયા-કયા રાજ્યોમાં વરસાદ પડશે. સમગ્ર ઉત્તર ભારત અત્યારે મેઘરાજાએ જમાવટ કરી છે.  દિલ્હી-એનસીઆર સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં વાદળ છવાયેલા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​પણ દિલ્હી સહિત દેશના 20 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD), પૂર્વોત્તર ભારત, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, કોસ્ટલ કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુના ભાગો, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, પૂર્વ ગુજરાત, કોંકણ અને ગોવામાં જણાવ્યા અનુસાર  તેલંગાણા અને વિદર્ભના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ચાલો જાણીએ કે આજે દેશભરમાં હવામાનની સ્થિતિ કેવી રહેશે?