Dhirendra Shastri: બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી આજે સવારે સોમનાથ જશે, બાબા સવારે સોમનાથ દાદાના દર્શન કરીને ત્યાં પૂજા-અર્ચના કરીને રાજકોટ પરત ફરશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ગુજરાતમાં બાબાનો દિવ્ય દરબારનો કાર્યક્રમ સતત ચાલી રહ્યો છે.
બાગેશ્વર સરકાર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આજે સવારે 10.30 વાગે સોમનાથ પહોંચશે, અને ત્યાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરશે, આ પછી અહીં સોમનાથ દાદાની પૂજા-અર્ચના પણ કરાશે. ખાસ વાત છે કે, બપોર બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવવા રવાવા થશે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલથી રાજકોટમાં બાબાનો બે દિવસીય દિવ્ય દરબારનો કાર્યક્રમ છે, બાબા અહીં રેસકોર્સ ખાતે બે દિવસીય દિવ્ય દરબાર ભરશે. આ પહેલા ગઇકાલે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ અમદાવાદના વટવામાં પોતાનો દિવ્ય દરબાર યોજ્યો હતો, અહીં મોટી સંખ્યામાં બાબાના આશીર્વાદ લેવા માટે ભક્તો પહોંચ્યા હતા.
Sakshi Case: સાક્ષી મર્ડર કેસ મામલે બાબા બગડ્યા, બોલ્યા- આ જોઇને તો લોહી ઉકળી જાય છે, પણ.......
Delhi Sakshi Murder Case: તાજેતરમાં જ દિલ્હીમાં ઘટેલી સાક્ષી મર્ડર કેસને લઇને દેશભરમા ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે. દરેક વ્યક્તિ આના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. હવે મર્ડર કેસ મામલે બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ખરેખરમાં, દિલ્હીમાં થયેલી સાક્ષીની હત્યાની કોઇ હૉરર સ્ટોરીથી કમ નથી, દેશમાં હજુ પણ લવ જેહાદ કહી રહ્યા છે. હંમેશા હિંદુ રાષ્ટ્રનો ધ્વજ લહેરાવનાર બાબા બાગેશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ સાક્ષીની ઘાતકી હત્યા પર નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં ચાર રસ્તા પર એક સગીર હિન્દુ યુવતી પર મુસ્લીમ યુવક દ્વારા તીક્ષ્ણ ચપ્પૂથી 21 વાર ઘા કરીને હુમલો કરવામાં આવ્યો હતો. એટલુ જ નહીં ઘા માર્યા બાદ પણ તેને યુવતીનું માથું મોટા પથ્થરથી છુંદી નાંખ્યુ હતુ, અને હત્યા કરી નાંખી હતી.
સાક્ષી મર્ડર કેસમાં બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટુ નિવેદન -
બાગેશ્વર બાબાએ સાક્ષીની હત્યા પર કહ્યું છે કે, સાક્ષીની હત્યાથી હું ખૂબ જ દુઃખી છું. આ જોઈને જેનું લોહી ના ઉકળે તે તો મરી ચૂક્યો છે. બાગેશ્વર બાબાએ કહ્યું કે, લોકો અમને કટ્ટરવાદી કહે છે. લોકો અમને કહે છે કે, અમે વિવાદાસ્પદ વાતો કરીએ છીએ, તોફાનીઓની જેમ વાત કરીએ છીએ. ધીરેન્દ્ર શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, દુનિયામાં એવો કોઈ ભાઈ નહીં હોય કે જેનું લોહી પોતાની બહેનોની આવી સ્થિતિ જોઈને લોહી ના ઉકળે, અને જેનું લોહી આ જોઈને ઉકળતું નથી તે મરી ગયો છે. તેથી જ અમે સનાતન પર વિશ્વાસ રાખીએ છીએ. તેથી જ આપણે કહીએ છીએ કે આપણું સનાતન મારવાનું શીખવતું નથી, બચાવવાનું શીખવે છે. ઉલ્લેખનીય છે કે, મર્ડર કેસ બાદ આરોપી સાહિલની ધરપકડ કર્યા બાદ યુપી પોલીસ તેને બુલંદશહેરથી દિલ્હી લાવી રહી છે. બીજીબાજુ સાક્ષીના માતા-પિતા તેમની પુત્રીની હત્યા બાદ ખૂબ જ ડરી ગયા છે, તેઓએ સાહિલને ફાંસી આપવાની માંગ કરી છે. સાક્ષીનો આજે દિલ્હીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે. પિતાએ કહ્યું કે તે સાહિલને ઓળખતો નથી, તેને સખત સજા થવી જોઈએ. રિપોર્ટ છે કે સાક્ષીના હત્યારા સાહિલને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. રોહિણી કોર્ટે સાહિલને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે.