સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ગઈ કાલે ફરીથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યારે ગઈ કાલે સુરેન્દ્રનગરમાં પડેલા વરસાદને પગલે ધોળીધજા ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિત આસપાસના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

વઢવાણ અને લિંબડી તાલુકાના ગામોને પણ એલર્ટ કરાયા છે. ભોગાવો નદીના પટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.