અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ડીપ્થેરિયા રોગે માથુ ઉંચકતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ડીપથેરિયાના 34 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તો શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે 8 મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે.

જિલ્લામાં સૌથી વધુ 10 શંકાસ્પદ કેસ ધાનેરામાં નોંધાયા છે. તો થરાદમાં 11, ડીસા અને વાવમાં ચાર- ચાર, લાખણીમાં 3 અને પાલનપુરમાં 2 શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે. જિલ્લામાં ડીપ્થેરિયાના શંકાસ્પદ કેસ મળતા આરોગ્ય વિભાગે સર્વેલન્સની કામગીરી શરૂ કરી છે.

શંકાસ્પદ ડિપેથેરિયાના કારણે 8 લોકોનાનિપજતા તેના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી અપાયા છે. જિલ્લામાં ઉભી થનારી સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે થરાદ સરકારી હોસ્પિટલમાં એક આઈસોલેશન વોર્ડ પર ઉભો કરી દેવાયો છે.

બનાસકાંઠાના થરાદ અને ધાનેરા તાલુકામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ ડીપથેરિયા રોગના કારણે બાળકોના મોત થવાની શરૂઆત થઇ છે. ડીપ્થેરીયા રોગ ના કારણે થરાદ તાલુકાના ત્રણ બાળકોના મોત થતા આરોગ્ય વિભાગે એલર્ટ બન્યું છે. થરાદ વિસ્તારમાં એક સાથે ત્રણ જેટલા બાળકોના શંકાસ્પદ ડીપથેરિયા કારણે મોત થતા થરાદ સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. જ્યારે ડીપથેરિયાથી રક્ષણ મેળવવા માટે રસીકરણ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે. જ્યારે થરાદ પંથકમાં આજે એક કેસ શંકાસ્પદ આવતાં તંત્ર હરકતમાં આવ્યું જ્યારે જિલ્લામાં 11કેસ સામે આવતાં જિલ્લા આરોગ્ય વિભાગે કામગીરી હાથધરી છે.