Iskcon Bridge Accident: અમદાવાદ ભયંકર ઇસ્કોન બ્રિજ અકસ્માતના મામલે કોર્ટે ચાર્જ ફ્રેમ અંગેની કાર્યવાહી માટે વધુ એક સપ્તાહની મુદ્દત આપી છે. આગામી સુનાવણી 19 ડિસેમ્બરે હાથ ધરાશે.


અમદાવાદ ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ફરી એક મુદ્દત આપી છે. ચાર્જ ફ્રેમ અંગેની કાર્યવાહી એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. પોલીસે વધારાનો તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો.
તથ્ય પટેલની હાઇકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી હજુ પણ પન્ડિંગ   હોવાથી હજુ એક મુદ્દત આપી છે. ચાર્જ ફ્રેમની કાર્યવાહી માટે વધુ એક સુનાવણી હવે 19 ડિસેમ્બર ના રોજ હાથ ધરાશે.                                                                                


શું હતો સમગ્ર કેસ


તથ્ય પટેલે 19મી જુલાઈની રાત્રે સર્જેલા અકસ્માતમાં 10  લોકોને જીવતા કચડી નાખ્યા હતા. આ ગોઝારી ઘટનાએ માત્ર અમદાવાદ નહીં પરંતુ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. મોડી રાત્રે બનેલી એક અકસ્તમાની ઘટનામાં લોકો ટોળો વળ્યા હતા અને પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે 140 કરતા વધુ ગતિમાં જેગુઆર કાર લઈને આવેલા તથ્યએ લોકોને કચડી નાખ્યા હતા. જોકે, તથ્યની અમુક જ કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. તથ્ય પટેલે આચરેલા કૃત્ય સામે 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં તેનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતની બાબતોનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરવામાં આવ્યો હતો. માત્ર 10 દિવસની અંદર 9 લોકોને કચડી નાખનારા તથ્ય પટેલ સામેની ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફાઈલ કરી દેવામાં આવી હતી. જેમાં 50 લોકોના પોલીસને નિવેદન લીધા હતા. અકસ્માત સ્થળ રૂટના CCTV ફૂટેજ, તથ્યનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મધરાતે સર્જાયેલા અકસ્માત મામલે ઇસ્કોન બ્રિજ પર ટોળું ભેગું થયું હતું. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી જેગુઆર કારે ટોળાને કચડી માર્યા હતા. જેમાં 9 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનનું પણ મોત નીપજ્યું હતું.