ગાંધીનગર:  રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોને લઈ મોટા સમચાર સામે આવ્યા છે. રાજ્યમાં પ્રથમવાર HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી ઓફલાઈન કેમ્પનું આયોજન કરવામાં આવશે. તારીખ 01-01-2025થી તારીખ 07-01-2025 સુધી ઓફલાઈન કેમ્પનું આયોજન કરાશે.   


 HTAT મુખ્ય શિક્ષક દ્વારા કરવામાં આવેલી અરજીઓની ચકાસણી કરી માન્ય-અમાન્ય કારણ સહિત જિલ્લા કક્ષાએ 10-01-2025 સુધીમાં રજૂ કરવાની રહેશે.


શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પોતાના એક્સ પર આ અંગે પોસ્ટ કરી જાણકારી આપી છે. નવુ વર્ષ શરુ થાય તે પહેલા જ શિક્ષકો માટે આ સારા સમાચાર છે.   






જ્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલી માન્ય-અમાન્ય અરજીઓની ચકાસણી કરી લેખિત કારણ સહિત અરજદારને જાણ કરવા માટેનો સમય 16-01-2025 રાખવામાં આવ્યો છે.  


HTAT મુખ્ય શિક્ષક દ્વારા કરવામાં આવેલી તમામ અરજી તમામ આધાર પુરાવા સહિત મંજૂર કરવાપાત્ર અરજીઓની જિલ્લાવાર તૈયારી કરી અસલ અરજી સંબંધિત જિલ્લાઓને રૂબરૂ આપવા માટે 17-01-2025 તારીખ રાખવામાં આવી છે. 




સંબંધિત જિલ્લાને મળેલ અરજીઓની અગ્રતા/શ્રેયાનતા મુજબની યાદી જાહેર કરવા માટે 19-01-2025 તારીખ છે. 






જ્યારે જિલ્લા ફેર બદલી કેમ્પ દ્વારા શાળા પસંદગી કરાવી હુકમ ઈશ્યુ કરવા માટે 27-01-2025 તારીખ રાખવામાં આવી છે.