Gujarat: આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મોટો હિતલક્ષી નિર્ણય લીધો છે. આ વખતે રાજ્ય સરકારના કર્મચારીઓને પગાર અને પેન્શનની એડવાન્સ ચૂકવણી કરવામાં આવશે. 


રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ખરેખરમાં, આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને કર્મચારીઓને મળતા માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની રકમની ચૂકવણી એડવાન્સમાં કરાશે. 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની 23 થી 25 તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ ચૂકવણું કરવામાં આવશે. મુખ્યમંત્રી સમક્ષ વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.


લાખો કેન્દ્રિય કર્મચારીઓને દિવાળીની ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો કરાયો વધારો


કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ મળી હતી. સૂત્રના મતે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભથ્થામાં વધારાને મંજૂરી આપી છે. કોસ્ટલ શિપિંગ બિલ 2024ને પણ મંજૂરી મળી હતી. 2025-26 માટે રવિ પાક માટેની MSPને મંજૂરી અપાઇ છે.કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ મળી હતી. સૂત્રના મતે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભથ્થામાં વધારાને મંજૂરી આપી છે. કોસ્ટલ શિપિંગ બિલ 2024ને પણ મંજૂરી મળી હતી. 2025-26 માટે રવિ પાક માટેની MSPને મંજૂરી અપાઇ છે. ધનતેરસ અને દિવાળીના તહેવાર પહેલા જ મોદી સરકારે દેશના કરોડો કર્મચારીઓને ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે ડીએ જાહેર કરવાના નિર્ણયને મંજૂરી આપી હતી. જો કે કેન્દ્રીય કેબિનેટે આ નિર્ણય કેન્દ્રીય કર્મચારીઓ માટે લીધો છે, પરંતુ કેન્દ્ર તરફથી લીલી ઝંડી મળતાની સાથે જ દેશના તમામ રાજ્યોમાં પણ ડીએ વધારાની જાહેરાત કરવામાં આવશે. ડીએમાં 3 ટકાનો વધારો કરવાની સાથે કેન્દ્રીય કેબિનેટે કર્મચારીઓને ત્રણ મહિનાનું એરિયર્સ આપવાની પણ જાહેરાત કરી છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જૂલાઈમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કરે છે. આ વર્ષે એટલે કે 2024માં પણ જાન્યુઆરીમાં ડીએમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે જૂલાઈ માટે ડીએ વધારવાનો નિર્ણય આજે મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે મોંઘવારી ભથ્થામાં આ 3 ટકાનો વધારો જૂલાઈથી જ લાગુ ગણવામાં આવશે. આ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનું એરિયર્સ પણ કર્મચારીઓને આપવામાં આવશે.


આ પણ વાંચો


'વાવમાં કોંગ્રેસ ઠાકોરને ટિકીટ નહીં આપે' -પેટા ચૂંટણી મુદ્દે ગેનીબેન ઠાકોરે કર્યો મોટો ખુલાસો