ગુજરાતમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઇ છે. આ સ્થિતિમાં કોરોનાને કાબૂમાં લેવા માટે પોલીસ તંત્ર સજાગ થયું છે. માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનાર સામે કડલ પગલા લેવાના આદેશ જિલ્લા પોલીસ વડા આશિષ ભાટિયાએ આપ્યા છે.


ગુજરાતમાં સતત કોરોનાના વધતા જતાં કેસના કારણે રાજ્યના 20 શહેરોમાં  નાઇટ કર્ફ્યૂ સાથે અને પતિબંધો લગાવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ હવે જાહેરમાં થૂકનાર સામે પણ પોલીસ સજાગ થઇ છે. જાહેરમાં થૂંકનાર પાસેથી  એક હજારનો દંડ વૂસલાશે. ઉલ્લેખનિય છે કે, પોલીસે છેલ્લા 3 દિવસમાં માસ્ક વિના ફરતા, માસ્ક અવ્યવસ્થિત પહેરનાર અને જાહેરમાં થૂંકનાર પાસેથી 32.75 લાખના દંડની રકમ વસૂલી છે. પોલીસે અત્યાર સુધીમાં માસ્ક વિના ફરતા લોકો પાસેથી 150 કરોડનો દંડ વસૂલ્યો છે.


કોરોનાના સંક્રમણને નાથવા માટે તંત્ર દ્રારા શક્ય તેટલા પગલા લેવામાં આવી રહ્યાં છે. જિલ્લા પોલીસ વડા આશિષ ભાટિયા પ્રેસકોન્ફરન્સ યોજીને જાહેરમાં થૂંકનાર અને માસ્ક વિના ફરતા લોકો પાસેથી હજાર રૂપિયાનો દંડ વસૂલવાનો આદેશ પોલીસ કર્મીઓને આપ્યો હતો. જેના ભાગ રૂપે છેલ્લા ત્રણ દિવસમાં 32.75 લાખના દંડની રકમ વસૂલવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.24 કલાકમાં રોજ 3 હજારથી વધુ કેસ નવા નોંધાઇ રહ્યાં છે.


ગુજરાતમાં કોરોનાની સ્થિતિ


ગુજરાતમાં કોરોના સંક્રમણ (Gujarat Corona Cases) ખતરનાક રીતે વધી રહ્યું છે. તેમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટની હાલત અત્યંત ખરાબ છે. રાજ્યમાં એપ્રિલના છ દિવસમાં નવા કેસમાં પણ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા છ દિવસમાં રાજ્યમાં કોરોનાના નવા 17 હજાર 180 પોઝિટીવ કેસ (Corona Positive Cases) નોંધાયા છે. મંગળવારે કોરોનાના નવા 3280 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે 121 દિવસ બાદ કોરોનાની સારવાર દરમિયાન 17 દર્દીઓના મૃત્યુ નોંધાયા હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં 3 લાખ 24 હજાર 881 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જે પૈકી 3 લાખ 2 હજાર 932 લોકો કોરોના સામેની જંગ જીતી ગયા છે. જ્યારે 4 હજાર 598 લોકોના મોત થયા છે.


રાજ્યમાં અત્યાર સુધીમાં રસી


રાજ્યમાં અત્યાર સુધીમાં 78 લાખ 85 હજાર 630 લોકોને રસી (Corona Vaccine) આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2 લાખ 75 હજાર 777 લોકોને અપાયો રસીનો પ્રથમ ડૉઝ, જ્યારે 29 હજાર 886 લોકોને અપાયો રસીનો બીજો ડૉઝ આપવામાં આવ્યો છે.