Dr Atul Chag suicide case: ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા મામલે મોટા સમાચાર, સાંસદ રાજેશ ચુડાસમાના પિતાને કોર્ટે આપ્યો ઝટકો

Dr Atul Chag suicide case: જાણીતી ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાના કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. નારણભાઈ ચૂડાસમાના આગોતરા જામીન કોર્ટે નામંજૂર કર્યા છે.

Continues below advertisement

Dr Atul Chag suicide case: જાણીતી ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાના કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. નારણભાઈ ચૂડાસમાના આગોતરા જામીન કોર્ટે નામંજૂર કર્યા છે.  વેરાવળના નામાંકિત તબીબ અતુલ ચગ આત્મહત્યા પ્રકરણ મામલો સમગ્ર રાજ્યમાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો હતો. જે સંદર્ભે વેરાવળ પોલીસ સ્ટેશનમાં નારણભાઈ ચુડાસમા તેમજ તેમના પુત્ર સાંસદ રાજેશ ચુડાસમા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે ગઈકાલે વેરાવળ સેશન્સ કોર્ટમાં નારણભાઈ ચુડાસમા દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. આજે કોર્ટે નારણભાઈ ચૂડાસમાના આગોતરા જામીન ના મંજૂર કર્યા છે.

Continues below advertisement

માત્ર 8 વર્ષની બાળકીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા અરેરાટી

નવસારી: વાલીઓ માટે ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે. ચીખલીના ખૂંધ ગામે 8 વર્ષીય બાળાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા અરેરાટી મચી જવા પામી છે. શના મુરીમાં ધોરણ 3 માં અભ્યાસ કરતી બાળકીએ અંતિમ પગલું ભર્યું છે. આ બાળકી રાજકોટથી ચીખલી નાનાને ત્યાં વેકેશન ગાળવા આવી હતી. માતાએ ઠપકો આપતાં આવેશમાં આવી તેને ડરાવવા માટે એક રૂમમાં ઓઢણી વડે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. ચીખલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. મોબાઈલના વળગળને કારણે કૂમળી વયના બાળકોએ સહન શક્તિ ગુમાવી છે.

પિતાએ બે સંતાનોની ગળું દબાવી હત્યા કરી

દાહોદના ડુંગરીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ડુંગરીમાં પિતાએ કરી પુત્ર અને પુત્રીની હત્યા કરી છે. ઘરકંકાસ અને સાસરીના ત્રાસથી કંટાળી પિતાએ તેના બન્ને સંતાનની ગળું દબાવી હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. વહેલી સવારે બન્ને સંતાનનું ગળુ દબાવી હત્યા કર્યા બાદ પોતે ઝાડ ઉપર લટકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મૃતકમાં 12 વર્ષીય બાળકી અને 7 વર્ષીય બાળકની હત્યા કરી છે. યુવકે સ્યુસાઈડ નોટ લખી છે. લીમડી પોલીસે આરોપી પિતાની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. બન્ને બાળકોના મૃતદેહ ને પી.એમ અર્થે ખસેડાયા છે.

રાજકોટમાં માતાએ બે સંતાનોને ઉતાર્યા મોતને ઘાટ

રાજકોટમાં ચકચારી ઘટના બની છે. શહેરમાં માતાએ જ પોતાના બે બાળકોની હત્યા કરી પોતે આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના આંબેડકર નગરમાં બોલાચાલીમાં મહિલાએ આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટના એસ.ટી.વર્કશોપ પાછળ આવેલા આંબેડકર નગરમાં રહેતા મનીષા પરમારે પોતાના પાંચ વર્ષના પુત્ર ભાર્ગવ અને છ માસની પુત્રી ઇસીતાની હત્યા કરી હતી. બાદમાં તેમણે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ મામલે માલવિયાનગર પોલીસે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મનીષાબેનને તેમના પતિ સાગર સાથે બોલાચાલી થતા આ પગલુ ભર્યાની આશંકા છે.

Continues below advertisement
Sponsored Links by Taboola