ગાંધીનગર: રાજ્યમાં ડૉક્ટરોની હડતાળ પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યમાં ડૉક્ટરોની હડતાળ થઈ પૂર્ણ થઈ હોવાનો દાવો રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ કરી આ જાણકારી આપી હતી. આરોગ્ય મંત્રીએ દાવો કર્યો છે કે ડૉક્ટરોએ હડતાળ સમેટી લીધી છે. ડૉક્ટરોની હડતાળનો સુખદ અંત આવ્યો છે. 30 એપ્રિલ સુધી પ્રશ્નોના ઉકેલ લાવવાની ખાતરી આપી છે.
રાજ્યમાં સરકારી તબીબોની હડતાળનો આજે પાંચમો દિવસ છે. સરકાર અને ડોક્ટર્સ વચ્ચેની તકરારમાં દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના OPDમાં દર્દીઓની લાઈન છે. સારવાર માટે દર્દીઓ રઝળી રહ્યા છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, સરકાર દ્વારા ડોક્ટરોને ખાતરી અપાઈ છે. તબીબી એડહોકને સળંગ કરવાના નિર્ણયો જલ્દી લઈશું. GMERSના તબીબોને પેંશનનો લાભ આપવાનો નિર્ણય લીધો છે. કોરોનાકાળમાં ડોક્ટરોએ સેવા કરી છે. ડોક્ટર્સના તમામ પ્રશ્નોનો ઉકેલ લવાયો છે. કોરોનામાં તબીબોએ ખૂબ સારી સારવાર કરી હતી. તબીબોની માંગણીઓ પૂર્ણ કરવા અમે કટિબધ્ધ છીએ. ઉચ્ચ કક્ષાએ વાર્તાલાપ કરીને તબીબોને બાંહેધરી અપાઈ છે. સમય મર્યાદામાં તમામ પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવશે.
રાજકોટમાં તબીબોની હડતાળનો પાંચમો દિવસ છે, રાજકોટ મેડિકલ કોલેજ પર કાળા કપડા પહેરીને તબીબોએ નોંધાવ્યો વિરોધ. એક તરફ દર્દીઓ હેરાન થઈ રહ્યા છે તો બીજી તરફ તબીબો કરી રહ્યા પ્રદર્શન. સરકાર અને તબીબો વચ્ચેની લડાઈમાં પીસાઈ રહ્યા છે દર્દીઓ. રાજકોટ જિલ્લામાં 330 તબીબો હડતાળ પર.
તબીબોની હડતાળના પગલે સુરતમાં દર્દીઓ પરેશાન થયા છે. સતત પાંચમા દિવસે તબીબોની હડતાળના કારણે દર્દીઓને નથી મળી રહી સમયસર સારવાર.
ડોક્ટરોની અલગ અલગ માંગણી
ડોક્ટરોની અલગ અલગ માંગણી જેવી કે એડહોક સેવાઓ સળંગ કરવામાં આવે. છેલ્લા 12 વર્ષથી બઢતી કરવામાં આવી નથી, તે બઢતી તાત્કાલિક આપવામાં આવે. રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાં 400 પોસ્ટ ખાલી છે તેની સામે 800 મેડિકલ પ્રોફેસર છે, જેમને બઢતી આપી ખાલી 400 પોસ્ટ ભરવામાં આવે.