સુરત: જેમ હિરા ઉદ્યોગમાં સુરતનું મોટું નામ છે તેમ સોલાર સિસ્ટમ ક્ષેત્રે પણ સુરતના ઉદ્યોગકારનું મોટું નામ કમાઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીના મેક ઇન ઇન્ડિયા કોસેપ્ટ પર ડબ્લિંગ સોલાર બનાવાઈ છે. સીઆર પાટીલે સોલાર પેનલનું લોકાર્પણ કર્યું હતું. બાઈ ફેશયલ સોલાર પેનલ બનાવી સૌને ચોંકાવી દીધા છે.. સુરતના પીપોદ્રા અને નવસારીમાં ફેક્ટરી સ્થાપવામાં આવી છે. હવે ભારતના લોકોને નવી ટેકનોલોજી મળશે. આ પેનલ ચાઈનાની સોલાર પેનલને જબરદસ્ત ટક્કર આપી રહી છે. ચાઈનાની સોલાર પેનલ કરતા સસ્તી સોલાર પેનલ સુરતના ઉદ્યોગકારોએ બનાવી છે. આગામી દિવસોમાં ભારતભરમાં આ સોલાર સિસ્ટમ લઈ જવામાં આવશે.


ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને આપી ચીમકી, જાણો શું છે મામલો


રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને ચીમકી આપી છે. નાગરિકો સાથે કોઈ ગેરવર્તન થશે અને મને જાણ થશે તો હું પગલાં ભરીશ. હું ઉચ્ચ અધિકારી કોઈ પણ હોય તેમની સામે પગલાં ભરીશ. તેમણે આગળ કહ્યું કે, જેટલો સમય હોય તેટલા જ વ્યક્તિઓને બોલવામાં આવે અને કામગીરી કરવામાં આવે.


તેમણે અધિકારીઓને કહ્યું કે, મોબાઈલ ફોનની ચોરી થાય કે પછી પાસપોર્ટનું કામ હોય. નાગરિકોને બીજો ધક્કો ન ખાવો પડે તેવી વ્યવસ્થા કરો કા તો નાગરિકોને એપોઈમેન્ટ આપવામાં આવે જેથી તેમને હાલાકી ન પડે. જો આ પ્રકારની ફરિયાદ કોઈ ઉચ્ચ અધિકારીઓને મળે જે રીતે આપણે આપણા તમામ સ્ટાફને સારુ કામ કરતા બીરદાવીએ છીએ અને જો આ પ્રકારનો ગેર વ્યવહાર સમાજના કોઈપણ નાગરિક જોડે થાય અને મારા સુધી આ વાત પહોંચશે તો હું પગલા ભરીશ.


ગુજરાત છોડી દેવાના નિવેદન અંગે જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન


રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાતના શિક્ષણને લઈને આપેલા નિવેદન બાદ વિવાદ વધી ગયો છે. ઘણા રાજકીય આગેવાનોએ તેમના નિવેદનની ટિકા કરી છે. જો કે, વધતા વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ તેમણે આપેલા નિવેદન અંગે સ્પષ્ટતા કરી હતી. ગુજરાત છોડી દેવાના જીતુ વાઘાણીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, મારે કોઈના સર્ટિફિકેટની જરૂરિયાત નથી.