મહિસાગર: હાલમાં સમગ્ર દેશમાં બીજેપી દ્વારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આાવી હતી. આ અવસરે ગુજરાત ભાજપના નેતાઓએ પણ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જો કે, આ દરમિયાન મહિસાગર જિલ્લામાંથી જે તસવીરો સામે આવી તેનાથી મોટો વિવાદ થયો છે. ભાજપના નેતાઓ ગત રોજ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્ય તિથિ પર પંડિત દિન દયાલ ઉપાધ્યાયના ફોટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ફોટા વાયરલ થયા છે.


આ તસવીરોમાં વીરપુર જિલ્લા પંચાયત સભ્ય પીનાકીન શુક્લ અને મહિલા મોરચાના પ્રમુખ નિષાબેન સોની સહિત ભાજપ કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા. ખોટા ફોટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી હતી. તો બીજી તરફ વિવાદ વધતા આ અગે ભાજપ નેતા પિનાકીન શુક્લએ  ફોટા જુના હોવા અગે વિડિયો સંદેશ જારી કર્યો હતો. તેમણે કહ્યું કે, ગઈ કાલે હું અન્ય કાર્યક્રમોમાં હતો. જો કે હાલમાં આ તસવીરોએ અનેક સવાલો ઉભા કર્યા છે.


ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓ અને પૂર્વ સરકારી અધિકારીઓ AAPમાં જોડાયા
Aam Aadmi Party: વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી સક્રિય બની છે. કોંગ્રેસના વધુ કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સાથે જ કેટલાક પૂર્વ સરકારી અધિકારીઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભારતીય દલિત પેન્થરના ચિરાગ રાજવંશ, મહેશ્વરી સમાજના પ્રમુખ અને પૂર્વ અધિકારી બી.ટી મહેશ્વરી, ખેડાના પૂર્વ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ અને ઠાકોર સેનાના સંગઠન મંત્રી પ્રતાપસિંહ પરમાર, જનસેવા ટ્રાયબલ પાર્ટીના નેતા પ્રતાપસિંહ સીસોદીયા અને પૂર્વ સરકારી ડો. દશરથ પટેલ પણ AAPમાં જોડાયા છે. 


અલગ અલગ ગામોના 4 સરપંચો પણ આપમાં જોડાયા છે. આ અવસરે આપ નેતા ઈશુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ તોડજોડની રાજનીતિ કરે છે. ભાજપના નેતાઓથી ગુજરાતની જનતા ત્રસ્ત છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં જનતા જવાબ આપશે. આ ઉપરાંત જુનિયર તબીબોની હડતાલને આમ આદમી પાર્ટીએ સમર્થન આપ્યું છે.


શિવ સેના માટે મોટા રાહતના સમાચાર, ડેપ્યુટી સ્પીકરે શું લીધો મોટો નિર્ણય?


મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર અત્યારે સંકટમાં ચાલી રહી છે, ત્યારે શિવ સેના માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરે શિવ સેનાના પક્ષના નેતા તરીકે અજય ચૌધરીની નિમણૂંકને મંજૂરી આપી છે. આ પહેલા એકનાથ શિંદે વિધાનસભામાં શિવ સેનાના પક્ષના નેતા હતા.