Aam Aadmi Party: વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી સક્રિય બની છે. કોંગ્રેસના વધુ કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સાથે જ કેટલાક પૂર્વ સરકારી અધિકારીઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભારતીય દલિત પેન્થરના ચિરાગ રાજવંશ, મહેશ્વરી સમાજના પ્રમુખ અને પૂર્વ અધિકારી બી.ટી મહેશ્વરી, ખેડાના પૂર્વ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ અને ઠાકોર સેનાના સંગઠન મંત્રી પ્રતાપસિંહ પરમાર, જનસેવા ટ્રાયબલ પાર્ટીના નેતા પ્રતાપસિંહ સીસોદીયા અને પૂર્વ સરકારી ડો. દશરથ પટેલ પણ AAPમાં જોડાયા છે. 


અલગ અલગ ગામોના 4 સરપંચો પણ આપમાં જોડાયા છે. આ અવસરે આપ નેતા ઈશુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ તોડજોડની રાજનીતિ કરે છે. ભાજપના નેતાઓથી ગુજરાતની જનતા ત્રસ્ત છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં જનતા જવાબ આપશે. આ ઉપરાંત જુનિયર તબીબોની હડતાલને આમ આદમી પાર્ટીએ સમર્થન આપ્યું છે.


શિવ સેના માટે મોટા રાહતના સમાચાર, ડેપ્યુટી સ્પીકરે શું લીધો મોટો નિર્ણય?


મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર અત્યારે સંકટમાં ચાલી રહી છે, ત્યારે શિવ સેના માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરે શિવ સેનાના પક્ષના નેતા તરીકે અજય ચૌધરીની નિમણૂંકને મંજૂરી આપી છે. આ પહેલા એકનાથ શિંદે વિધાનસભામાં શિવ સેનાના પક્ષના નેતા હતા. 


મહારાષ્ટ્રના નાસિકમાં એકનાથ શિંદેનો વિરોધ







સંજય રાઉતે કહ્યું- ભાજપ શરદ પવારનું અપમાન કેમ કરી રહ્યો છે.



મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે શુક્રવારે ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા છે. ભાજપ શા માટે એનસીપી ચીફ શરદ પવારનું અપમાન કરી રહ્યું છે? તેમણે કહ્યું કે પવારનું અપમાન સહન કરવામાં આવશે નહીં. શિવસેનાના નેતાએ વધુમાં કહ્યું કે અમારા 12 ધારાસભ્યોએ બળવો કર્યો છે, તેમની સામે કાર્યવાહીની પ્રક્રિયા ચાલી રહી છે. આ સાથે રાઉતે કહ્યું કે સરકાર ક્યારે બનશે, બનશે કે નહીં, મને ખબર નથી. સંજય રાઉતે કહ્યું કે હવે કાયદાની લડાઈ થશે. કાગળ પર સંખ્યા બળ વધારે હોઈ શકે છે.