DRUGS: રાજ્યમાં ડ્રગ્સનું સામ્રાજ્ય ધીમે ધીમે વધી રહ્યું છે, પોરબંદરમાં ફરી એકવાર મોટી માત્રામાં ડ્રગ્સ સાથે બે પેડલરોની ધરપકડ કરવામાં આવી છે, આ બન્ને પાસેથી પાંચ લાખથી વધુની કિંમતનો ડ્રગ્સ જથ્થો મળી આવ્યો હતો. 


મળતી માહિતી પ્રમાણે, પોરબંદરમાં ડ્રગ્સનું મોટું કૌભાંડ એસઓસજી ટીમે ઝડપી પાડ્યુ છે, મુસ્લિમ આરોપી સહિત લગભગ પાંચ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજો કર્યો છે. ખરેખરમાં, આ આરોપીઓ મુંબઇથી ડ્રગ્સ લાવીને અમદાવાદ અને રાજકોટ શહેરમાં વેચીને પોરબંદર આવી રહ્યાં હતા, આ દરમિયાન બાતમીના આધારે એસઓજીની ટીમે અચાનક દરોડા પાડતા કારમાંથી બે આરોપીઓ ઝડપી પાડ્યા હતા, આ બન્ને પાસેથી 57.4 ગ્રામ ડ્રગ્સ કબ્જે કર્યું હતુ, જેની કિંમત અંદાજિત 5,70,400 રૂપિયાથી વધુની થાય છે. ઝડપાયેલા મુસ્લિમ આરોપીનું નામ સાહિલ ભટ્ટી છે, જે પોતાની કારમાં સાયકોટ્રૉરપીલ સબસ્ટન્સ મેફેડ્રૉન નામનો ડ્રગ્સ વેચી રહ્યો હતો.





 


SOGની કાર્યવાહી, દોઢ લાખના ડ્રગ્સ સાથે એકની કરી ધરપકડ - 


રાજ્યમાં ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે, ફરી એકવાર રાજકોટમાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પોલીસે હાથે લાગ્યો છે. પોલીસે ડ્રગ્સની સાથે શખ્સની પણ ધરપકડ કરી છે, અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. માહિતી પ્રમાણે, રાજકોટ શહેરમાં SOGની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, આ દરોડામાં ડ્રગ્સ સાથે એક આરોપીને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. એસઓજીની ટીમે શહેરના રાજરત્ન રેસિડેન્સી એસ આર પી કેમ્પ ઘંટેશ્વર પાસેથી મૂળ મોરબીના વિવેક નાગરે દોઢ લાખના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. વિવેક નાગર પાસેથી 14.39 ગ્રામ, એટલે કે પોલીસે કુલ 143900 ડ્રગ્સ સહિત 1.48 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ પહેલા પણ એસઓજી પોલીસની ટીમે મોટી કાર્યવાહી કરીને ડ્રગ્સ પેડલરોને ઝડપી પાડ્યા હતા, આમાં વધુ એક સફળતા મળી છે. 


ફરી લાખોનું ડ્રગ્સ પકડાયુ, ત્રણ શખ્સો ડ્રગ્સ વેચવાની ફિરાકમાં હતા ત્યારે જ પોલીસે દબોચ્યાં


ફરી એકવાર ડ્રગ્સના મોટા રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે, આ વખતે લાખોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો દમણ પોલીસે દમણમાંથી પકડ્યો છે, આ સાથે ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. માહિતી છે કે, દમણ પોલીસે પ્રદેશમાં ચાલતા નશીલા કાળા કારોબારનો ગુપ્ત બાતમીના આધારે પર્દાફાશ કર્યો છે. દમણ પોલીસે બાતમીના આધારે 97 ગ્રામ ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. દમણ પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા તે સમયે ત્રણ આરોપીએ જે સુશિક્ષિત હોવા છતાં ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલા હતા, આ ત્રણેય આરોપીઓ લાખોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો લઇને વેચવાની ફિરાકમાં હતા, ત્યારે જ દમણ પોલીસે દરોડા પાડીને આ ત્રણેયને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં પોલીસને અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મળી છે. હવે પોલીસે આ રેકેટના મૂળ સુધી પહોંચવાની તજવીજ શરૂ કરી દીધી છે. 


Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial