Biperjoy Cyclone:બિપરજોય વાવાઝોડાએ રફતાર પકડી છે. 13 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે,બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 730 કિમી દૂર છે. વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.
બિપરજોઈ વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ પર છે. પોરબંદરનો દરિયા હાલ ગાંડોતૂર બન્યો છે. જેના પગલે પોરબંદર જિલ્લાનું વહિવટી તંત્ર સજ્જ બન્યુ છે. હાલ પોરબંદર માં 2 નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું છે. વાવાઝડાના ખતરાને જોતા તમામ અધિકારી ની રજા કેન્સલ કરવામાં આવી છે.
બિપરજોય વાવાઝોડાની અસર દમણના દરિયામાં પણ જોવા મળી અહીં દરિયામાં મોટી ભરતી આવતા ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યાં છે. દેવકા ના દરિયામાં ઊંચા તોતિંગ મોજાં ઉછળતા સુંદર લાગતા દમણનો દરિયો ડરામણો બન્યો છે. દમણના દરિયાના પાણીએ કિનારો વટાવ્યો છે અને બહુ આગળ સુધી તેના મોજા આવી રહ્યાં છે.
પર્યટકો ને દરિયા કિનારા થી દુર રાખવા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દમણ પોલીસ સ્પીકર વડે પ્રવાસીઓ ને સતર્ક કરી રહી છે.
બિપરજોઇ વાવાઝાડોની દરિયા પર અસર, ગુજરાતના બીચ પર ઉછળ્યાં ઊંચા મોજા
બિપરજોય ભીષણ ચક્રવાતના કારણે સંઘ પ્રદેશ દમણનો દરિયો ગાંડોતુર બન્યો છે. પર્યટકોને દરિયાકિનારે ન જવા અપીલ કરવામાં આવી છે. વાવાઝોડાના પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.વાવાઝોડાને લઈને નવસારીના દરિયા કિનારે પણ પર્યટકોને દરિયાકાંઠે જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. ઉભરાટ દરિયાકાંઠે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.વાવાઝોડાને લઈને જામનગર જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર છે. જિલ્લા અને તાલુકા મથકે 24 કલાક કંટ્રોલરૂમ કાર્યરત છે. મામ બંદરો પર બે નંબરનું સિગ્નલ યથાવત.
વાવાઝોડાને લઈને સુરત પોલીસનું જાહેરનામું
સુરતના ડુમસ અને સુંવાલી બીચ પણ હવામાનને જોતા બંધ કરી દેવાયો છે. આજથી 13 જૂન સુધી પર્યટકોને બીચ માટે બંધ કરી દેવાયો છે. બીચ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
ગીર સોમનાથનો દરિયામાં કરંટ
ગીર સોમનાથના દરિયામાં પણ બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જેના ના પગલે દરિયામાં કરન્ટ જોવા મળી રહ્યો છે. દરિયાાં ભરતીના કારણે ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે તો પ્રવાસીઓને દરિયા કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે.