Heart Attack Death:રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે રાજકોટ સુરત બાદ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવેલા મુંબઇના યુવકનું પણ હાર્ટ અટેકથી મોત થયું છે.


રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકના કેસમાં સતત વધારો  થઇ રહ્યો છે.રાજકોટ સુરત બાદ આજે નર્મદામાં 37 વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવેલાં મુંબઈના 37 વર્ષિય યુવકનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે. મુંબઈથી 37 વર્ષિય કેવલ મનસુખલાલ હરીયા એકતાનગર ખાતે એસ.ઓ.યુ ફરવા માટે આવ્યા હતા. તેઓ  ખડગદા ગામે વૃંદાવન હોમસ્ટે ખાતે રોકાયેલ હતા. આ તે દરમિયાન કેવલને છાતીમાં દુખાવો થતા તેના મિત્રો એકતાનગર ખાનગી દવાખાને સારવાર કરવા માટે લઈ ગયા હતા જો કે ડોક્ટરે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે ગરૂડેશ્વર સરકારી હોસ્પીટલ ખાતે રીફર કરવાની સલાહ આપી હતી. જો કે ત્યાં પહોંચતાં જ ગરુડેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે કેવલ મનસુખલાલ હરીયાને મૃત  જાહેર કર્યો હતા. કેવલના આટલી નાની વયે અચાનક નિધનથી પરિવારના સભ્યો સ્તબ્ધ છે. 


સુરતમાં પણ હાર્ટ અટેકે વધુ એકનો લીધો જીવ


સુરતમાં હાર્ટ એટેકની (heart attack) વધુ એક ઘટના સામે આવી છે. શહેરના સલાબતપુરામાં 42 વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. કંચન રાઠોડ નામનો યુવક સવારે નોકરીએ જઇ રહ્યો હતો ત્યારે ચાલતા ચાલતા અચાનક છાતીમાં દુખાવો થયો હતો. યુવક બેભાન થઈ જતા લોકો દોડી આવ્યા હતા અને હોસ્પિટલ (hospital) લઈ જવાયો હતો. હોસ્પિટલમાં હાજર તબીઓએ યુવકને મૃત જાહેર કર્યો હતો. સલાબતપુરા પોલીસે (salabatpura police station)  મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પીએમ રિપોર્ટ (pm report) બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે.


ICMRએ તાજેતરમાં એક અભ્યાસ કર્યો છે કે શું કોવિડ વેક્સિન અને અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ છે? તે અંગે રિસર્ચ કરાયું હતું. ICMRએ કહ્યું કે ભારતમાં કોવિડ -19 રસીને કારણે યુવાનોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી. કોવિડ-19 પહેલા હોસ્પિટલમાં દાખલ થવાથી, પરિવારમાં અચાનક મૃત્યુના જૂના કેસો અને જીવનશૈલીમાં ફેરફારને કારણે અચાનક મૃત્યુની શક્યતા વધી ગઈ છે. જોકે તેમ છતાં રાજ્યમાં રોજના સરેરાશ ત્રણથી ચાર મોત થતાં આ રિસર્ચ પર પણ સવાલ ઉઠી રહ્યા છે.