Heavy Rain:બિપરજોય વાવાઝોડું પસાર થયા બાદ સૌથી વધુ વરસાદ ઉતર ગુજરાતમાં પડ્યો, ભારે વરસાદના કારણે મોટા પાયે નુકસાન થયું છે. ડીસાના નજીકના ગામમાં મકાન ધરાશાયી થતાં પરિવાર પર આફત તૂટી પડી


બનાસકાંઠમાં વરસેલા વરસાદે જનજીવન પર માઠી અસર કરી છે. ભારે વરસાદના કારણે અહીં બનાસકાંઠાના ડીસાના આસેડામાં મકાન ધરાશાયી થતાં  4 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પણ મમદ માટે દોડી આવ્યા હતા. ચારેય ઇજાગ્રસ્તને તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયના હતા. ચારેય ઇજાગ્રસ્તની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


 


તો બીજી તરફ પાલનપુરમાં પણ ભારે વરસાદ આફતરૂપ બન્યો હતો.ગાજવીજ સાથેના ધોધમાર વરસાદના કારણે  પાલનપુર-આબુરોડ નેશનલ હાઈવે પર પાણી ભરાયા હતા. વાહન ચાલકો અટવાયા હતા. પ્રશાસને સલામતીને ધ્યાનમાં રાખીને એક તરફનો રસ્તો કરવો પડયો હતો


બનાસકાંઠાના સરહદીય વિસ્તાર સુઈગામ અને વાવ તાલુકામાં ધોધમાર વરસાદ રસ્તો. અહીં  ત્રણ ઈંચ જેટલા વરસાદથી નડાબેટમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.  અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા છે તો  તો કાચા મકાનોના ઉડી જતાં પરિવાર પર આફત તૂટી પડી છે.


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 109 તાલુકામાં વરસાદ



  • 24 કલાકમાં સૌથી વધારે અમીરગઢમાં 8 ઈંચ વરસાદ

  • 24 કલાકમાં દાંતા તાલુકામાં પોણા સાત ઈંચ વરસાદ

  • 24 કલાકમાં ધાનેરા તાલુકામાં પોણા સાત ઈંચ વરસાદ

  • 24 કલાકમાં પોશીના તાલુકામાં છ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં દાંતીવાડા તાલુકામાં છ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં પાલનપુર તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં સાંતલપુર તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં ડીસા તાલુકામાં સવા પાંચ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં રાધનપુર તાલુકામાં પાંચ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં દીયોદર તાલુકામાં ચાર ઈંચ વરસાદ

  • 24 કલાકમાં થરાદ તાલુકામાં પોણા ચાર ઈંચ વરસાદ

  • 24 કલાકમાં સિદ્ધપુર, વડગામમાં પોણા ચાર ઈંચ વરસાદ

  • 24 લાકમાં વાવ, સરસ્વતી, પાટણમાં ત્રણ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં લાખણી, વિજયનગર, કાંકરેજમાં અઢી ઈંચ વરસાદ

  • 24 કલાકમાં સમી તાલુકામાં બે ઈંચ વરસાદ

  • 24 કલાકમાં ભાભર, સતલાસણામાં દોઢ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં લખપત, ગોધરા અને સૂઈગામમાં દોઢ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં હાલોલ, વિરપુર, હારીજમાં સવા ઈંચ વરસાદ

  • 24 કલાકમાં વિજાપુર, હિંમતનગર, કઠલાલમાં એક ઈંચ વરસાદ

  • 24 કલાકમાં ભિલોડા, ચાણસ્મા, વિસનગરમાં એક ઈંચ વરસાદ