Rain Update:રાજયમાં ભારે વરસાદના પગલે કુલ 218 રસ્તા બંધ કરવામાં આવ્યાં છે.  9 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 198 રોડ વરસાદના કારણે બંધ કરવામાં આવ્યાં છે. સૌથી વઘુ નવસારીમાં 67 માર્ગો બંધ કરવામાં આવ્યાં છે. તો રાજયમાં કુલ 32 રૂટ રદ કરાયા છે. 32 રૂટની 104 ટ્રીપ વરસાદના કારણે બંધ કરવામાં આવી છે. વરસાદી પાણી ફરી વળતા અનેક ઠેકાણે રસ્તાઓને ભારે નુકસાનના અહેવાલ છે.


ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે  ઉનાની રૂપેણ અને માલણ નદીમાં પૂર આવ્યું છે. નદી  બે કાંઠે વહેતી થઇ છે.  ખત્રીવાડા ગામના કોઝવે પર પણ નદીના પાણી ફરી વળ્યા  છે.  સનખડાથી ખત્રીવાડા તરફનો રસ્તો બંધ થયો છે.  વાહન વ્યવહાર ખોરવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ગીર સોમનાથમાં ગીર ગઢડામાં મૂશળધાર વરસાદના કારણે ચીખલ કુબા નેસમાં આવેલ રાવલ ડેમના વધુ 2 દરવાજા ખોલવામાં આવતા  ઉનાના 19 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.


છેલ્લા 24 કલાકથી દક્ષિણ ગુજરાત માટે વરસાદી આફત તૂટી પડ્યો છે, સાંબેલાધાર વરસાદ વરસતા કેટલીય જગ્યાએ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડ ઠેર ઠેર પાણી ભરાયા છે. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, વરસાદથી 72 જેટલા રસ્તાંઓને બંધ કરી દેવાયા છે અને તેના બદલે લોકોને વૈકલ્પિક રસ્તાંઓ પર જવાની ફરજ પાડવામાં આવી રહી છે.


24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ



  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ

  • સૌથી વધારે જુનાગઢના વિસાવદરમાં 16 ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 11 ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજારમાં 10 ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં નવસારીના ખેરગામમાં 9 ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના ભેંસાણમાં 8 ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં અમરેલીના બગસરામાં 8 ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં બેચરાજી અને ધરમપુરમાં 7 ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં રાજુલા, ચીખલીમાં સાડા 6 ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ડાંગ, વઘઈમાં છ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં જુનાગઢ શહેરમાં 6 ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં વલસાડ અને વંથલીમાં 6 ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં જામકંડોરણા અને બરવાળામાં 5 ઈંચ વરસાદ

  • વાપી, ગણદેવી અને અમરેલીમાં 5 ઈંચ વરસાદ

  • જેતપુર અને વ્યારામાં 5-5 ઈંચ વરસાદ

  • ગાંધીધામ, વડીયા, મેંદરડામાં સાડા ઈંચ વરસાદ

  • ખાંભા, ગીર ગઢડા, લીલીયામાં સાડા ચાર ઈંચ વરસાદ

  • મહુવા, ધંધુકા, સુબિરમાં ચાર ઈંચ વરસાદ

  • જલાલપોર, પારડી, ડોલવણમાં ચાર ઈંચ વરસાદ

  • નવસારી, જોડીયા, પ્રાંતિજમાં પોણા 4 ઈંચ વરસાદ

  • વાલોડ, ધારી, જોટાણામાં સાડા 3 ઈંચ વરસાદ

  • માંડવી, ધોરાજી, સાવરકુંડલામાં સાડા 3 ઈંચ વરસાદ

  • તાલાલા, ઉપલેટા, સોનગઢમાં 3 ઈંચ વરસાદ