Dwarka  Landslide :દ્રારકામાં અતિભારે વરસાદે તારાજી સર્જી છે. સમગ્ર શહેર અને આસપાસના વિસ્તારમા જળબંબાકાર સર્જાયો છે, ભારે વરસાદ દરમિયાન અહીં ભેખડ ધસી પડતાં એકનું મોત થયું છે.


દ્રારકામાં 24 કલાક ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્રારકા અને તેના આસપાસના ગામમાં અનરાઘાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે અહીં દિવાદાંડી નજીક ભેખડ ધસી પડતાં દુર્ઘટના સર્જાઇ હતી જેમાં એક વ્યક્તિના મોતના સમાચાર છે.  


મળતી માહિતી મુજબ ભારે વરસાદના કારણે ભેખડ ઘસી પડી હતી. જેની નીચે એક વ્યક્તિ દટાઇ જતાં પાલિકાની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ દુર્ભાગ્યવશ વ્યક્તિને બચાવી ન શકાયો. ઘટનાસ્થળે પોલીસ પણ પહોંચી હતી અને મૃતકની ઓળખ સહિતની કામગીરી માટે તજવીજ હાથ ધરી છે.


ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી


હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેશે. હાલ બંગાળમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમ અને ગુજરાત તરફ આવતી મોનસૂન ટ્રફ રેખાના કારણે ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.રાજ્ય પર એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે. આજે ગુજરાતભરમાં ભારે વરસાદનું અનુમાન છે. તો એવા સાત જિલ્લા છે. જ્યાં અતિભારે વરસાદના અનુમાનને જોતા રેડ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે ભારે વરસાદના અનુમાન મુજબ રાજ્યના 2 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ઓરેંજ એલર્ટ તો 7 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 24 જુલાઇથી વરસાદનું જોર ઘટશે. ગુજરાતમાં હાલ ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. અતિ ભારે વરસાદના અનુમાનને લઇને હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ આપ્યું છે.   આજે કચ્છ,જૂનાગઢ,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા  ઓરેંજ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર,સુરત,નવસારી,આણંદ,વડોદરામાં વરસાદની તીવ્રતાને લઇને યલો અલર્ટ જાહેર કર્યું છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવી છે.


આ પણ વાંચો 


Gujarat Rain Forecast: રાજ્યમાં આજે પણ અતિભારે વરસાદની આગાહી, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ


Junagadh Rain: જુનાગઢના મુળિયાસા ગામમાં ભારે વરસાદથી ઘર, ખેતરો ડૂબ્યા, ચોમેર પાણી જ પાણી


Tathya Accident: તથ્ય બરાબરનો ભરાયો, પોલીસે સમાધાન થઇ ગયેલા આ કેસમાં પણ નોંધી ફરિયાદ, જાણો શું કર્યુ હતુ તથ્યએ....


Weather Update: યુપીથી ગુજરાત સુધી પાણીનો પ્રહાર, મહારાષ્ટ્રમાં એરફોર્સનું રેસ્ક્યૂ, જાણો કેવું રહેશે આજનું હવામાન


Join Our Official Telegram Channel


https://t.me/abpasmitaofficial