Navratri 2024 : નવરાત્રને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યા અંબાજીથી માંડી ચોટીલના ચામુંડા અને કચ્છના માતાના મઢમાં વિશેષ સાધના અનુષ્ઠા હોમ હવનનું આયોજન થાય છે. આ અનુસંઘાને નવરાત્રિ દરમિયાન કચ્છના માતાના મઢ અને પાવાગઢના માંઇ મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Continues below advertisement

નવરાત્રિ દરમિયાન કચ્છની કુળદેવી  આશાપુરાના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. અહીં પગયાત્રા કરીને પણ ભક્તો પહોંચે છે. આ અવસરે મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  નવરાત્રિ દરમિયાન માતાનામઢ મંદિર સંકુલમાં મોબાઈલ, કેમેરા, શ્રીફળ લઈ જવા પર પ્રતિબંઘ મૂકવામાં આવ્યો છે. મઢમાં દર્શન માટે સવારે 5 થી રાત્રે 12 વાગ્યા સુંધીનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે, આઠમના આખી રાત મંદિર ખુલ્લું રહેશે.

શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરના સમયમાં પણ નવરાત્રિને લઇને ફેરફાર કરવામાં આવ્યા છે. મંદિરના કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા  નવરાત્રિના નવા સમયની જાહેરાત કરવામાં આવી છે.  નવરાત્રિના નવ દિવસ અને પૂનમ સુધીના પંદર દિવસ માટે મંદિરના દ્વારા વહેલા ખોલવામાં આવશે. જેમાં આસો સુદ એકમથી પૂનમ સુધી મહાકાળી માતાજીના દર્શન કરવાના સમયમાં ફેરફાર કર્યો છે. જેમાં પ્રથમ નોરતે, આઠમા નોરતે અને પૂનમના દિવસે માતાજીના દર્શન કરવા માટે સમયમાં વધારો કરીને સવારે 4 વાગ્યે દ્વાર ખુલશે અને રાતના 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.  પ્રથમ નોરતે એટલે તા.૩ ઓક્ટોબર, 6 ઓક્ટોબર ત્રીજા નોરતે, 11 ઓક્ટોબર આઠમના રોજ, 13 ઓક્ટોબર દશમા નોરતે અને 17 ઓક્ટોબર પુનમના રોજ દર્શન સવારે 4 વાગ્યે ખુલી જશે અને રાત્રે 8 વાગ્યા સુધી માંઇ ભક્તો માના દર્શન કરી શકશે.             

Continues below advertisement

નવરાત્રિ ક્યારે શરૂ થશે અને ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત 

અશ્વિન મહિનાની શારદીય  3 ઓક્ટોબર ગુરૂવારથી  થવા જઈ રહી છે. આ વખતે ઘટસ્થાપન માટે બે ખૂબ જ શુભ મુહૂર્ત રચાઈ રહ્યા છે. જાણો શારદીય નવરાત્રિમાં કલશ સ્થાપિત કરવાનો શુભ મૂહૂર્ત અને વિધિ

ઘટસ્થાપના માટે શુભ મૂહૂર્ત

કલશ સ્થાપના માટે સવારનો શુભ સમય સવારે 6:15 થી 7:22 સુધીનો છે. તમને સવારે ઘાટ સ્થાપના માટે 1 કલાક 6 મિનિટનો સમય મળશે. આ ઉપરાંત બપોરના સમયે કલશની સ્થાપના કરવાનો સમય પણ અભિજીત મુહૂર્તમાં છે. આ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.

  આ પણ વાંચો

Shardiya Navratri 2024: નવરાત્રિનો ક્યારે થશે પ્રારંભ, જાણો કળશ સ્થાપનનું શુભ મુહૂર્ત અને વિધિ