જામનગર:શહીદોની શ્રદ્ધાજલિ કાર્યક્રમ દરમિયાન ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર જોવા મળ્યો. આજે જામનગરમાં જાહેર મંચ પરથી ભાજપના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે થયેલ વાદ વિવાદ હાલ ચર્ચામાં છે.
જામનગરમાં શહીદોની શ્રદ્ધાજલિ અતર્ગત યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ભાજપના ધારાસભ્ય રિવાબા ગુસ્સામાં લાલઘૂમ જોવા મળ્યાં. રિવાબા સાંસદ અને ઉચ્ચ અધિકારીની ઉપસ્થિતિમાં આક્રોશમાં જોવા મળ્યાં હતા. તેમના ગુસ્સાનો આ વીડિયો વાયરલ પણ થયો છે. જો કે તેમણે આ મામલે મીડિયા સમક્ષ રૂબરૂ થતાં સમગ્ર મુદ્દો શું હતો તે મુદ્દે સ્પષ્ટીકરણ આપ્યું હતું.
રિવાબાના ગુસ્સાનું કારણ શું હતું?
ઉત્તર જામનગરના ભાજપના ધારાસભ્ય રિવાબા આજે મેરી મિટ્ટી મેરા દેશ અને શહીદોની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હેઠળ જામનગરમાં આયોજીત કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં શહીદોને પુષ્પાંજલિ આપવા માટે સૌથી પહેલા સાંસદ પૂનમ બહેને અનુરોધ કરવામાં આવ્યો હતો. તેઓએ ચપ્પલ ઉતાર્યા વિના જ શહીદોને શ્રદ્ધાજલી આપી બાદ રિવાબાનો ટર્ન હતો અને તેમણે શહીદોને સન્માનમાં ચપ્પલને ઉતારીને પુષ્પાંજલિ આપી બાદ તમામ લોકોએ રિવાબાની જેમ ચપ્પલ ઉતારીને પુષ્પાંજલિ અર્પણ કરી.
આ વાતને લઇને સાંસદ પૂનમ બહેન માડમે કોઇનું નામ લીધા વિના કહ્યું કે. કેટલાક ભાન વિનાના લોકો ઓવરસ્માર્ટ થાય છે. પીએમ કે રાષ્ટ્રપતિ પણ શહીદના સ્મારક પર ચપ્પલ ઉતારીને શ્રદ્ધાંજલિ નથી આપતા જ્યારે અહીં બધા ચપ્પલ ઉતારીને. આ મુદ્દે રિવાબા ગુસ્સે થયા હતા અને શહીદોને સન્માનમાં ચપ્પલ ઉતારવા એ ઓવરસ્માર્ટનેસ નથી તેવો જવાબ આપ્યો હતો. બાદ પૂનમ બહેન માડમનો પક્ષ લેતા મેયર બીના બહેન પણ રિવાબા સામે ઉદ્ધતાઇથી વાત કરીને હતી. જે સમગ્ર ઘટનાને લઇને રિવાબા રોષે ભરાયા હતા.
રિવાબાએ આ સમગ્ર ઘટના વિશે સ્પષ્ટીકરણ આપતા મીડિયાકર્મીને પણ સત્ય, નિષ્પક્ષ રીતે લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી
ઘટનાને લઇને સી.આર પાટિલે શું કહ્યું
સી.આર.પાટીલે શું કહ્યું?
ભાજપના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાતા આ મુદો હાલ ચર્ચામા છે. આ ઘટનાને લઇને જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, હું આ ઘટના અંગે તપાસ કરાવીશ.
કોંગ્રેસે સમગ્ર ઘટનાને લઇને કરી ટીકા
સમગ્ર ઘટનાને લઇને કોંગ્રેસે ટીકા કરી છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે, ભાજપ માત્ર કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટી છે. ભાજપની આ જાહેરની ભવાઇ છે. અમાપ સતા અને બેફામ ભષ્ટ્રાચાર અને અહંમનું આ વરવું પ્રદર્શન છે. આ ભાજપની ભવાઇનો ભોગ આખરે જનતા બને છે. ભાજપમાં આવી ગેરશિસ્તના નમૂના વારંવાર સામે આવે છે, કારણે ભાજપમાં નેતા સત્તા માટે લડે છે નહિ કે જનતાની સમસ્યા માટે લડે છે.