Watch Video:જામનગર ઉત્તરના ભાજપના ધારાસભ્ય રિવાબા આજે જાહેર કાર્યક્રમ દરમિયાન ગુસ્સાથી લાલઘૂમ જોવા મળ્યાં. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. રિવાબા અધિકારી અને સાંસદની હાજરીમાં ગુસ્સામાં જોવા મળ્યાં. તેઓ જાહેરમાં સાંસદ પૂનમબેન માડમ, કમિશ્નર એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગુસ્સામાં જોવા મળ્યાં હતા.

Continues below advertisement

ઉલ્લેખનિય છે કે,  જામનગરમાં તળાવની પાળે શહીદ સ્મારકના લોકાર્પણ અવસરે ભાજપના ધારાસભ્ય, સાંસદ સહિત ઉચ્ચ અધિકારી ઉપસ્થિત હતા.આ સમયે કોઇ કારણોને લઇને તેઓ જાહેરમાં ભારે ગુસ્સામાં જોવા મળ્યાં હતા તેઓ ગુસ્સામાં કહી રહ્યાં હતા. “ કેટલાક લોકોને કંઇ ભાન પડતી નથી તેમ છતાં પણ તે ઓવરસ્માર્ટ બને છે. વડીલપણું ચૂંટણીમાં જોઈ લીધું”

Continues below advertisement

   જો કે અહીં રીવાબા ક્યાં કારણોસર ગુસ્સે થયા હતા અને કોને તેઓ ઓવર સ્માર્ટ કહી કહ્યાં છે તે સામે નથી આવ્યું. અગાઉ ફૂડ પેકેટ પર ફોટો  લગાવવાને  લઈને  પણ તેઓ  વિવાદમાં આવ્યા હતા.  આ મામલે મામલે ભાજપના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર પાટિલેની પ્રતિક્રિયા પણ લેવામાં આવી હતી પરંતુ તેમને આ સમગ્ર ઘટના વિશે જાણ ન હોવાથી તેમણે કહ્યું હતું કે, માહિતી મેળવી લઇશું.         

કોંગ્રેસે સમગ્ર ઘટનાને લઇને કરી ટીકા

સમગ્ર ઘટનાને લઇને કોંગ્રેસે ટીકા કરી છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે, ભાજપ માત્ર કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટી છે. ભાજપની આ જાહેરની ભવાઇ છે. અમાપ સતા અને બેફામ ભષ્ટ્રાચાર અને અહંમનું આ વરવું પ્રદર્શન છે. આ ભાજપની ભવાઇનો ભોગ આખરે જનતા બને છે. ભાજપમાં આવી ગેરશિસ્તના નમૂના વારંવાર સામે આવે છે, કારણે ભાજપમાં નેતા સત્તા માટે લડે છે નહિ કે જનતાની સમસ્યા માટે લડે છે.

ઘટના જે પણ હોય પરંતુ હાલ કોંગ્રેસ આ ઘટનાને લઇને ભાજપ પર નિશાન સાધી રહી છે તો બીજી તરફ જાહેર કાર્યક્રમમાં રિવાબાના ગુસ્સાનો વીડિયો વાયરલ થતાં રિવાબાના ગુસ્સાએ જામનગર શહેરમાં પણ ચર્ચા જગાવી છે.