દ્વારકાઃ  દ્વારકાના ધાસનવેલ વાડી વિસ્તારમાં આવેલા કૂવામાં પડી જતા 22 વર્ષીય યુવતીનું મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. અકસ્માતે કૂવામાં પડી જતાં 22 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું છે. 


35 ફૂટ  જેટલા ઊંડા કૂવામાંથી ભાવનાબેન વાઘ નામની યુવતીનો મૃતદેહ ફાયર વિભાગ દ્વારા  બહાર કઢાયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ આગળ કાર્યવાહી હાથ ધરી છે.