ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈ સરકારે બે હજારથી વધુ નર્સની જગ્યાઓ તાત્કાલિક ધોરણે સીધી ભરતીથી ભરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોર કમિટિના આ નિર્ણય અનુસાર રાજ્યમાં 2019 જેટલી હાલ ખાલી પડેલી નર્સિસની જગ્યાઓ સીધી ભરતીથી તાત્કાલિક ધોરણે ભરવાની પ્રક્રિયા આરોગ્ય વિભાગ હાથ ધરશે. આરોગ્યલક્ષી સેવાઓમાં મહત્વપૂર્ણ ફરજ નિભાવતી નર્સિસની આ ભરતીને પરિણામે રાજ્યમાં આરોગ્ય સેવાકર્મીઓમાં વધુ માનવબળ જોડાતાં દરદીઓની સારવાર સેવામાં વધુ ગતિ આવશે.
રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ ?
રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી હોઈ નવા કેસોની સંખ્યા પણ સ્થિર રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10,742 નવા કેસ નોંધાયા છે અને 109 લોકોના કોરોનાથી મૃત્યુ થયું છે. સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 15269 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 8840 પર પહોચ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધી 593,666 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,22,847 પર પહોંચ્યો છે. જેમાંથી 796 દર્દી વેન્ટિલેટર પર અને 1,22,051 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 81.85 ટકા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2878 , સુરત કોર્પોરેશન-776, વડોદરા કોર્પોરેશન 650, વડોદરા-461, મહેસાણામાં 399, રાજકોટ કોર્પોરેશન 359, રાજકોટ-332, જુનાગઢ કોર્પોરેશનમાં 323, અમરેલી-298, જામનગર કોર્પોરેશમાં 298, બનાસકાંઠા-259, જુનાગઢ-249, સુરત-227, પંચમહાલ-223, ભાવનગર કોર્પોરેશન-202, કચ્છ-185, આણંદ-177, જામનગરમાં-176, ભરુચ-173, ગીર સોમનાથ-171, ખેડા-162, પાટણ-147, દેવભૂમિ દ્વારકા-131,ભાવનગર-128,ગાંધીનગર-128, સાબરકાંઠા-123, દાહોદ-121, મહીસાગર-113, વલસાડ-107, નવસારી-106, ગાંધીનગર કોર્પોરેશન-104, સુરેન્દ્રનગર-87, અરવલ્લી-83, નર્મદા-70, અમદાવાદ-64, તાપી-64, છોટા ઉદેપુર-57, મોરબી-52, પોરબંદર-49, બોટાદ-20, અને ડાંગમાં 10 કેસ સાથે કુલ 10742 નવા કેસ નોંધાયા છે.
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, બે હજારથી વધુ નર્સની જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે કરાશે સીધી ભરતી
ધોરણ 10ના વિદ્યાર્થીઓના માસ પ્રમોશનને લઈ રાજ્ય સરકારે શું લીધો મોટો નિર્ણય ? જાણો