Dwarka Dayro News: ગુજરાતની સંસ્કૃતિમાં ડાયરાનું આગવુ મહત્વ છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં ડાયરાને અલગ પ્રકારે જ માન આપવામાં આવે છે. અવાર નવાર સમાચારો સામે આવે છે કે, ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હવે આવા જ સમાચાર ફરી એકવાર દેવભૂમિ દ્વારકામાંથી સામે આવ્યા છે. દ્વારકામાં ચાલી રહેલા આઇ સોનલ માતાજીના શતાબ્દી મહોત્સવ અંતર્ગત કરવામાં આવેલા ડાયરામાં રૂપિયાનો ફરી એકવાર વરસાદ જોવા મળ્યો છે. આનો વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 




મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં ફરી એકવાર દેવભૂમિ દ્વારકામાં ડાયરાની રમઝટ જામી છે, ડાયરાની રમઝટમાં ફરી એકવાર રૂપિયાનો વરસાદ જોવા મળ્યો છે, ખરેખરમાં, હાલમાં જ દ્વારકા ખાતે એક મોટા લોક-ડાયરાનું આયોજન થયુ હતુ, જેમાં ચલણી નોટોનો વરસાદ થયો હતો. અહીં આઈ સોનલ માં ના શતાબ્દી મહોત્સવ અંતર્ગત આ ભવ્ય લોક-ડાયરાનું આયોજન થયુ હતુ જેમાં રૂપિયાનો વરસાદ થયો હતો. આ લોક-ડાયરામાં કીર્તિદાન ગઢવી, ભીખુદાન ગઢવી જેવા કેટલાક કલાકારોએ રંગત જમાવી હતી. આ લોકડાયરામાં કીર્તિદાન ગઢવી તેમજ અન્ય ગાયક કલાકારો પર નોટોના વરસાદ થયો હતો, જેનો વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ પ્રસંગે ધારાસભ્ય પબુભા માણેક સહિત બીજા અનેક લોકોએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. 


--


હવે ડૂબેલી દ્વારકાના પણ થશે દર્શન, સબમરીન ભક્તોને દરિયામાં 300 ફૂટ નીચે લઇ જશે દર્શન માટે....


ભગવાન શ્રી કૃષ્ણની દરિયામાં ડુબેલી દ્વારકા નગરીના પણ હવે દર્શન થઇ શકશે. આ માટે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ માહિતી મળી છે કે, દ્વારકા નગરી જે હાલમાં દરિયામાં ડુબી ચૂકી છે, જેના દર્શન કરવા માટે હવે સબમરીન પ્રૉજેક્ટને શરૂ કરાશે, આ માટે ગુજરાત સરકાર સાથે એક કંપનીએ એમઓયૂ સાઇન કર્યા છે, આની ઓફિશિયલ જાહેરાત આગામી વાઇબ્રન્ટ સમિટમાં કરવામાં આવશે. ખાસ વાત છે કે, સબમરીનની આ એક ટ્રિપ બે કલાકથી વધુની હશે, જેમાં 24 દર્શનાર્થીઓ 6 ક્રૂ મેમ્બર સાથે સફરમાં જઇ શકશે. 




ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરી જે અરબી સમુદ્રમાં ડુબી ચૂકી છે, જેના પણ હવે હરિ ભક્તો દર્શન કરી શકશે. સમાચાર મળી રહ્યાં છે કે, ભગવાન શ્રી કૃષ્ણની ડૂબેલી દ્વારકાના દર્શન સબમરીનની મદદથી થશે. દર્શનાર્થીઓ અરબી સમુદ્રમાં 300 ફૂટ નીચે જઇને સબમરીનમાં જઈને દર્શન થશે. ગુજરાત સરકાર અને ભારત સરકારની મઝગાવ ડૉક શિપયાર્ડ કંપની વચ્ચે mou થયા છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં આ એમઓયુની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે. ખાસ વાત છે કે, દિવાળી સુધીમાં ડૂબેલી દ્વારકાના દર્શનની સેવા શરૂ થવાનો અંદાજ છે. સબમરીન માટે બેટ દ્વારકા પાસે વિશેષ જેટીનું પણ નિર્માણ કરવામાં આવશે, ડૂબેલી દ્વારકાના દર્શન માટે બેથી અઢી કલાકનો દરિયાની અંદરનો પ્રવાસ રહેશે. આ એક ટ્રીપમાં 24 દર્શનાર્થી અને 6 ક્રૂ મેમ્બર સફર કરી શકશે. પ્રવાસન માટે સબમરીનનો ઉપયોગ દ્વારકામાં દેશનો પ્રથમ પ્રયોગ હશે.