Dwarka News: ઓખા ખાતે આર્યુવેદિક સીરપના નામે વેચાતા સેલ્ફ જનરેટેડ ઓલ્કોહોલ પીણાના બે ગુના નોંધી 8 આરોપીની કરી ધરપકડ કરવામાં આવી છે. સરકાર તરફથી આલ્કોલ બાબતે નક્કી કરેલ નિયમોની છૂટછાટનો દૂર ઉપયોગ કરી પીણાના નામે ઓલ્કોહોલિક બિયરનો ધંધો કરતા હતા. 80 થી 90 લાખ બોટનુ પ્રોડકશન અને રૂ 20 થી 22 કરોડ રૂપિયાનુ વેચાણ કરવામા આવતું હતું. નશાબંધી ખાતાના નિવૃત અધિકારી મેહુલ રામસી ડોડીયા પણ આરોપી છે.
હર્બો ગ્લોબલ ફાર્માસ્યુટીકલની સ્થાપના સંજય શાહ દ્વારા કરવામાં આવી હતી. જ્યાં અમિત વસાવડા, આયુર્વેદિક ફોર્મ્યુલેશન, ટેકનિશનયની કામગીરી કરતો હતો. રાજેશ દોડકે માર્કેટિંગ એન્ડ સેલ્સનું સુપરવિઝન કરતા હતા. જ્યારે 2021થી સેલ્સ, માર્કેટિંગ એન્ડ પ્રોડક્શનનું કામ સુનીલ ક્ક્કડે સંભાળ્યું હતું.
કંપનીનો ઈરાદો પહેલાથી જ બિયર બનાવવાનો હતો
પહેલાથી જ આ કંપનીનો ઈરાદો આસવ અરિષ્ઠા બનાવવાની જગ્યાએ બિયર બનાવવાનો હતો. ફેક્ટરીમાં કામ કરતાં આયુર્વદ ઔષધયીય ક્ષેત્રે નિપુણતા દરાવતા કોઈ કર્મચારી રાખવાની જગ્યાએ બિયર અને વાઈનરીમાં એક્સપર્ટી ધરાવતા કર્મચારીઓને રાખ્યા હતા. માલ્ટેડ જવ જેનો યર ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ થાય છે તેનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો, જેથી બિયર જેવો સ્વાદ અને સુગંધ આવે, આયુર્વેદિક નિષ્ણાતના અભિપ્રાય મુજબ આસર અરિષ્ઠામાં જવ નાંખવામાં આવતું નહોતું.
સૌરાષ્ટ્રને કર્યુ હતું ટાર્ગેટ
બિયરની ઈન્ડસ્ટ્રી હોય તે જ પ્રકારે વેપાર ચાલતો હતો. મોજ આવશે, કીક લાગશે, કરંટ આવશે તેમ કહી વેચાણ કરતા હતા. સિરપ માફીયાઓએ સૌરાષ્ટ્રને ટાર્ગેટ કર્યું હતું. પ્રિઝર વેટિવ અને ક્લિનિંગ પાઉડરના ઉપયોગથી બિયરનો ટેસ્ટ લાવવામાં આવતો હતો.
આરોપીઓના નામ
- નિલેશભાઈ ભરતભાઈ કાષ્ટા (ઉ.વ.35)
- વિરેન્દ્ર ઉર્ફે ગોપાલ સુરુભા જાડેજા (ઉ.વ.28)
- અર્જુનસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ.35)
- દિવ્યરાજ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.37)
- સુનિલભાઈ સુરેન્દ્રભાઈ કક્કડ (ઉ.વ.53)
- આમોદભાઈ અનિલભઈ ભાવે (ઉ.વ.53)
- ભાવિભાઈ ઈન્દ્રવદન પ્રેસવાલા (ઉ.વ.36)
- અમિતભાઈ લક્ષ્મીપ્રસાદ વસાવડા (ઉ.વ.56)
પકડવાના બાકી આરોપીઓ
- સંજય પન્નાલાલ શાહ (રોકાણકાર તથા કંપની સંચાલક)
- મેહુલ રામસી ડોડીયા (નિવૃત્ત નશાબંધી અધિકારી)
- રાજેશકુમાર ગોપાલકુમાર દોડકે (સેલ્સ પ્રોડક્શન અને માર્કેટિંગ)
- પંકજ પ્રભુદાસ વાઘેલા