Dwarka: દેવભૂમિ દ્વારકામાંથી શિક્ષણ જગતને માથુ નીચુ કરાવી દે એવી ઘટના સામે આવી છે. અહીં એક શિક્ષકે જ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને બૉર્ડ પર પ્રશ્નોના જવાબો લખાવી દીધા છે. બાળકોને ખુદ શિક્ષકે ચોરી કરાવી હોવાની વાત સામે આવતા શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરીને તપાસના આદેશ આપી દીધા છે. 


દેવભૂમિ દ્વારકાના વસઈમાંથી આ ઘટના સામે આવી છે, અહીં ખુદ એક શિક્ષકે જ બોર્ડ પર જવાબો લખાવી દેતા હંગામો થયો છે. આ ઘટના વસઇ ગામની માધ્યમિક શાળાની છે, જ્યાં તાજેતરમાં જ ધોરણ 9ની પરીક્ષા લેવામાં આવી હતી, આ પરીક્ષા દરમિયાન ખુદ શિક્ષકે જ બોર્ડ પર ઉત્તરો લખાયા અને પરીક્ષાર્થીઓએ તે જવાબવહીમાં ઉતારી લીધા હતા. વિદ્યાર્થીઓએ પણ આ જવાબો ફટાફટ પોતાની જવાબવહીમાં લખી લીધા હતા. આ ઘટના બાદ ભારે હંગામો થયો હતો અને બાદમાં વાત શિક્ષણાધિકારી સુધી પહોંચી હતી, શિક્ષણાધિકારીએ બાબતની ગંભીરતાથી સમજીને યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી. 


 


 


Bageshwar Sarkar in Gujarat: સુરતમાં યોજાનારા બાગેશ્વર સરકારના લોક દરબારમાં સી.આર.પાટીલ પણ રહી શકે છે હાજર


Surat News: બાગેશ્વર સરકારનો આગામી દિવસોમાં ગુજરાતના મોટા શહેરોમાં લોક દરબાર યોજાનારો છે. સુરતમાં યોજાનારા બાગેશ્વર સરકારના લોક દરબારમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના મોટા નેતાઓ લોક દરબારમાં હાજરી આપી શકે છે. સુરતના રોડ શો અને લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત ગુજરાત આજુબાજુના રાજ્યોમાંથી પણ ભક્તો આવી શકે છે. ગુજરાતમાં બાગેશ્વર સરકાર ચર્ચાનો મુદ્દો બન્યો છે.


રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને કોણે ફેંક્યો પડકાર ?


દેશભરમાં હિન્દુત્વ યુવા આગેવાન અને ચમત્કારી બાબા તરીકે જાણીતા થયેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેશે. બાગેશ્વર ધામના પીઠેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવવાના છે.  બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1લી અને 2જી જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે, બાબાનો આ દિવ્ય દરબાર બે દિવસીય રહેશે, અને આમાં કેટલાય લોકો હાજરી આપશે. ખાસ વાત છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના આ દિવ્ય દરબારને લઈ લોકલ કમિટી બની છે. બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત આગમન પહેલા જ જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. બાબા બાગેશ્વરને તાંત્રિક ગણાવીને રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટીવ બેંકના સીઈઓ પુરસોત્તમ પીપરીયાએ પડકાર ફેંક્યો છે. પુરસોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વરના વિરોધમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને કેટલાક પડકાર ફેંક્યા હતા.  પોતાની પોસ્ટમાં પુરસોત્તમ પીપરીયાને ડ્રગ્સ ક્યાંથી આવે તે તેની માહિતી આપવાનો પડકાર ફેંક્યો હતો. એટલુ જ નહી, જો બાબા બાગેશ્વર ડ્રગ્સની જાણકારી આપે તો પાંચ લાખનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. પુરસોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વર વશીકરણની વિદ્યાનો દુરૂપયોગ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.  જો બાબા ત્રિકાળ જ્ઞાની હોય તો ડ્રગ્સ ક્યાંથી આવે તેની માહિતી આપે અને જો બાબા ડ્રગ્સ સપ્લાય ચેઈનની માહિતી આપશે તો તે પોતે બાબા બાગેશ્વરનું મંદિર બનાવશે તેવી જાહેરાત કરી હતી.