ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે જેને લઈને ઓગસ્ટ મહિનામાં આવી રહેલા તહેવોરેને ધ્યાનમાં રાખીને મોટા ભાગના મંદિરો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તહેવારો હોવાથી ભીડ ન થાય જેને કારણે સંક્રમણ ન ફેલાય તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ઈતિહાસમાં પહેલીવાર જન્માષ્ટમીના પર્વ પર દ્વારકાધીશ મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહેશે.


ઈતિહાસમાં પ્રથમવાર જન્માષ્ટમીના પર્વ પર દ્વારકાધીશ મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહેશે. કોરોના મહામારીના પગલે 13 તારીખ સુધી દર્શનાર્થીઓ માટે દ્વારકાધીશ મંદિર બંધ કરવામા આવ્યું છે. જન્માષ્ટમીના પર્વ પર કૃષ્ણ જન્મોતસ્વ ઉજવવા દ્વારકામાં એકથી દોઢ લાખ ભાવિકો આવતા હોય છે પરંતુ આ વર્ષે આ ભીડ અહીં નહીં જોવા મળે.

જોકે, ભક્તોએ નિરાશ થવાની જરૂર નથી જન્માષ્ટમી પર્વને લઈ મંદિરમાં થતી તમામ વિધિ ભક્તો મંદિરની વેબસાઈટ પર ઓનલાઈન નિહાળી શકશે. હાલ જન્માષ્ટમી પર્વને લઈને દ્વારકા જગત મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે.

દ્વારકાધીશ મંદિરને લાઈટ અને ડેકોરેશનથી શણગારાયું છે અને રંગ બેરંગી લાઈટોથી દ્વારકાધીશનું મંદિર ઝળહળી ઉઠ્યું છે. જોકે 13 તારીખ સુધી દ્વારકાધીશ મંદીર બંધ રહેશે અને ભક્તો દર્શન નહીં કરી શકે. માત્ર પુજારી પરીવાર જ ભગવાન દ્વારકાધીશના જન્માષ્ટમી ઉત્સવને ઉજવણી કરશે.