અમદાવાદઃ રાજ્યના કેટલાક વિસ્તારમાં હાલમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ત્યારે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.


આગાહી અનુસાર આજે બનાસકાંઠા,પાટણ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચમાં ભારે વરસાદની શક્યતા છે. તો બુધવારે બનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ અને જૂનાગઢ કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

ગુરુવારની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારેથી અતિભારે અને જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદ ખાબરી શકે છે. જ્યારે શુક્રવારે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિથી અતિભારે વરસાદ તો સુરત ડાંગ , નવસારીમાં ભારેથી અતિભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, તાપી, પોરબંદર, જૂનાગઢ,  દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર ઉત્તર ગુજરાતમાં પડી રહેલ વરસાદને કારણે ખેતીને ફાયદો થઈ શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.