દ્વારકાઃ ભાણવડના ગાયત્રી નગરમાં એક સાથે ત્રણ મહિલાએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. દીકરી, માતા અને દાદીએ એક સાથે આપઘાત કરી લીધો છે. ત્રણેય મહિલાઓ થોડા દિવસ પહેલા ભાણવડ તેમના સબંધીને ત્યાં આવ્યા હતા. આજે વહેલી સવારે દવા પી આપઘાત કર્યો. પોલીસે તપાસ હાથ ધરી છે. ત્રણેય મહિલાઓ જામનગર રહેતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આપઘાતના બનાવથી જીલ્લામાં ચકચાર મચી ગયો છે.
મહિલાઓએ ઝેરી દવા પી લેતા 3 ના મોત થયા છે. ગાયત્રી નગર કબ્રસ્તાન પાસેના વિસ્તારમાં દીકરી, માતા અને દાદીએ સજોડે આપઘાત કર્યો છે. મૂળ જામનગરના રહેવાસી ભાણવડ આવ્યા હતા. અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું છે.
1- સાહિસ્તા ઉર્ફે સોનુ નૂરમામદ શેખ ઉ. 18
2- જેનમબાનું કાસમ ખાન સરવણીયા પઠાણ, ઉ. 63
3- નૂરજાબાનું નૂરમામદ શેખ, ઉ. 42
Ahmedabad : હીનાનાં પહેલાં લગ્ન જુહાપુરાના બિઝનેસમેન સાથે થયેલાં પણ માસીના દીકરા સાથે સંબંધ હોવાથી ભાગી ગઈ હતી ને........
અમદાવાદઃ પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસે ત્યજી દેવાયેલા શિવાંશના પિતા સચિન દીક્ષિતને રાજસ્થાનના કોટા શહેર ખાતેથી ઝડપી લેવાયા બાદ એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. સચિને શિવાંશની માતા મહેંદી ઉર્ફે હીનાની ગળુ દબાવી હત્યા કરી નાંખી હોવાનો ખુલાસો થયા પછી હવે વધુ એક મોટો ધડાકો થયો છે. જાણવા મળ્યા પ્રમાણે, હીનાનાં પહેલા લગ્ન જુહાપુરાના બિઝનેસમેન આદિલ પંજવાણી સાથે થયા હતા.
મહેંદી પેથાણીના લગ્ન અમદાવાદના જુહાપુરામાં બિઝનેસમેન આદિલ સાથે થયા હતા. જો કે સાડા ત્રણ વર્ષ પહેલા તે ગુમ થઈ ગઈ હતી. આ અંગે તેના પતિ આદિલ પંજવાણીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે પાછળથી તે મળી આવી હતી. મહેંદીને તેની માસીના દીકરા સાથે પ્રેમસબંધ હોઈ તેની સાથે રહેવા ચાલી ગઈ હતી. આથી આદિલે મહેંદીની સાથે છુટાછેડા લીધા હતા ત્યારબાદ તે સચિન દીક્ષિતની સાથે લીવઈનમાં રહેતી હોવાનુ સૂત્રોમાંથી જાણવા મળે છે.
દિવ્ય ભાસ્કરે મહેંદીના પ્રથમ પતિ આદિલ પંજવાણીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે, હું મહેંદીને ખૂબ પ્રેમ કરતો હતો. મા વિનાની મહેંદીને મે હંમેશા ખુશ રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે મને છોડીને ચાલી ગઈ હતી. તેના મોત વિશેના અહેવાલ વાંચી મને ખૂબ દુઃખ થયું છે.