ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આજે કોરોનાની વેક્સિન લીધી. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં નીતિન પટેલ અને તેમની પત્નીએ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો.
હાલ દેશમાં કોરોના વેક્સનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. બીજા તબક્કાના વેકિનેશનમાં 60 વર્ષથી મોટી ઉંમરનાને વેકિસન અપાઇ રહ્યું છે. ઉપરાંત 45 વર્ષથી મોટી ઉંમરના ગંભીર બીમારીથી પીડિત લોકોનું પણ વેક્સિનેશન થઇ રહ્યું છે. શુક્રવારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને તેમની પત્ની અમદાનાદ સોલા હોસ્પિટલ પહોંચ્યા હતા અને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મળતી માહિતી મુજબ દેશમાં 1 કરોડ 77 લાખ 11 હજારથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે. બીજા તબક્કામાં 60થી વધુ ઉંમરના 14 લાખ 95 હજાર વૃદ્ધોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીધો કોરોના વેક્સિનનો પહેલો ડોઝ, પત્ની સાથે અમદાવાદ સોલા સિવિલમાંથી મૂકાવી વેક્સિન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Mar 2021 12:59 PM (IST)
ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આજે કોરોનાની વેક્સિન લીધી. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં નીતિન પટેલ અને તેમની પત્નીએ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -