Earthquake News: ગુજરાતના કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે. તાજા રિપોર્ટ પ્રમાણે, કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લાના રાપરમાં મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ 2.6ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકો ઉઠીને ઘરની બહાર દોડ્યા હતા. આ વખતે પણ ભૂકંપનું કેન્દ્રબિન્દુ રાપરથી 19 દુર નોંધાયુ હતુ. 

Continues below advertisement

કચ્છ જિલ્લામાં ગઇરાત્રે ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. તાજા અપડેટ પ્રમાણે, જિલ્લાના રાપરમાં ગઇ મોડી રાત્રે 1 વાગેને 47 મિનીટે ભૂકંપથી ધરતી ધ્રુજી હતી. કેટલાક ભાગોમાં અચાનક ભૂકંપનાં આવવાના શરૂ થતાં લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ 2.6ની નોંધાઇ અને કેન્દ્રબિન્દુ રાપરથી 19 કીમી દુર નોંધાયુ હતુ. 

ભૂકંપ આવે ત્યારે બચવા શું કરશો -  ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો.ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો.ઘરના કોઈ ખૂણામાં જતા રહો.કાંચ બારીઓ દરવાજા અને દિવાલથી દૂર રહો.પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો.આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.લિફ્ટનો ઉપયોગ કરતા બચો..પેંડુલમની જેમ હલીને દિવાલ સાથે લિફ્ટ અથડાઈ શકે છેલાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે.નબળી સીઢીઓનો ઉપયોગ ન કરો..સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સીઢીયો મજબૂત નથી હોતી.ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહોઆંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.

Continues below advertisement