ગાંધીનગરઃ અમરેલીમા 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે 2.59 મિનિટ નોંધાયો ભૂકંપ. 41 કિમી દુર કેન્દ્રબિંદુ નોંધાયુ છે.  બે દિવસ પહેલા પણ  અમરેલી ગીરના ગામડાઓમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ખાંભાગીરના ગામડાઓ અને મિતિયાળા અભ્યારણ નજીકના ગામડાઓમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રીના 10.27 કલાકે 2. 8 ની તિવ્રતાનો અનુભવાયો ભૂકંપનો આંચકો. અમરેલી થી 42 કી.મી.દૂર નોંધાયું કેન્દ્ર બિંદુ. ગામડાઓમાં ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા.


હાર્દિક પટેલે કર્યું મોટું એલાનઃ 28 તારીખે પ્રચંડ આંદોલની જાહેરાત, 'સરકાર બહેરી હોય ત્યારે ધડાકો કરવો જરૂરી છે'


અમદાવાદઃ મહિલા અત્યાચાર મુદ્દે સરકાર સામે આક્રમક વિરોધ કર્યા બાદ હવે આગામી 28મી માર્ચના રોજ ગુજરાતના બેરોજગાર યુવાનોના મુદ્દે કોંગ્રેસે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. સરકાર જ્યારે બેહરી બની જાય ત્યારે ધડાકો કરવો જરૂરી છે. શહિદ વીર ભગતસિંહની આ વિચારધારા કોંગ્રેસ અપનાવવા જઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના બજેટમાં યુવાનો માટે નવી ભરતી માટે યોજના નથી. ગુજરાત સરકારનું બજેટ કોપી પેસ્ટ છે. 4.50 લાખ જગ્યાઓ ખાલી છે તે ભરવાનું સરકારનું આયોજન નથી. આગામી દિવસોમાં ગાંધીનગરમાં યુવા સંમેલન થશે. ભરતી પ્રક્રિયામાં પેપરો લીક થયા, વેચાય જાય છે. 


પેપર લીક મુદ્દે યોગ્ય કાયદો બનાવવામાં આવે. વિધાનસભામાં કાયદો બનાવી 45 દિવસોમાં નિકાલ લાવે. ગુજરાતના શિક્ષિત યુવાનને તાત્કાલિક નોકરી આપે. 28મી માર્ચના રોજ ગાંધીનગરમાં ગુજરાતના યુવાનો લડાઈ લડશે. ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટના નામે ગુમરાહ કરવામાં આવે છે. વાયબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાતના કેટલા યુવાનોને નોકરી આપી. સરકારે GR કર્યો છે કે, ગુજરાતના યુવાનોને નોકરીમાં પ્રથામિકતા આપવી. ગુજરાતમાં ચોપડે નોંધાયેલા 5 લાખ યુવાનો બેરોજગાર છે. વિધાનસભામાં સરકાર કાયદો ન બનાવે તો યુવાનો લડાઈ લડશે. રાજ્યના તમામ તાલુકાઓમાંથી યુવાનો 28મી માર્ચે ગાંધીનગરમાં આવશે. સરકાર પાસે નીતિ નથી માટે ગુજરાતનો યુવાન બેરોજગાર છે. 5 લાખ યુવાનોને તાત્કાલિક નોકરી આપવામાં આવે.  પેપરલીક અંગે કાયદો બનાવવામાં આવે, પેપરલીકના આરોપીઓને જેલમાં પૂરવામાં આવે.


હાર્દિકે કહ્યું કે, 28મી માર્ચે કોંગ્રેસ ફરી વિધાનસભાનો ઘેરાવ કરશે. યુથ કોંગ્રેસ, NSUI અને કોંગ્રેસ કરશે ઘેરાવ. ગુજરાતમાં વધતી બેરોજગારીના કરશે ઘેરાવ. 28મી માર્ચના રોજ ગાંધીનગરમાં ગુજરાતના યુવાનો લડાઈ લડશે. સરકાર બહેરી હોય ત્યારે ધડાકો કરવો જરૂરી છે. શહિદ ભગતસિંહ પણ આવું કહેતા હતા. લોકશાહીમાં અને આંદોલનથી ધડાકો કરીશું. 


જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, છેલ્લા 7 વર્ષમાં દેશમાં 8 કરોડ યુવાનો બેરોજગાર બન્યા. નોટબંધી, GST અને અર્થનીતિના કારણે બેરોજગારો વધ્યા. ગુજરાતમાં 40થી50 લોકો બેરોજગારો છે. કોઈને રોજગારી ન મળે ત્યારે મનરેગા કામ કરે છે. ગુજરાતના 50 ટકા સ્મોલ અને મીડિયમા સ્કેલ માંદા પડી ગયા. મનરેગાના દિવસો 100થી વધારીને 200 કરવા જોઈએ. 28મી માર્ચે ચાલો ગાંધીનગરના કોલ સાથે સરકારને સવાલ પૂછીશું. RSS અને ABVPના હિન્દુ લોકો પણ બેરોજગારીનો ભોગ બન્યા છે.