Earthquake: કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે, મોડારાત્રે જિલ્લાના કેટલાક ભાગોમાં અચાનક ભૂકંપનાં આવવાના શરૂ થતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. તાજા અપડેટ પ્રમાણે, કચ્છમાં રાત્રિના સમયે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. પૂર્વ કચ્છના રાપર અને ભચાઉ નજીક આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા 3.4 અને 2.7 રિએક્ટર સ્કેલ પર નોંધાઇ છે.
ભૂકંપનો પ્રથમ આંચકો પૂર્વ કચ્છના રાપર અને ભચાઉ નજીક રાત્રે 10.12 મિનિટે 3.4ની તીવ્રતાનો નોંધાયો હતો, જ્યારે બીજો આંચકો રાત્રે 10.19 મિનિટે 2.7ની તીવ્રતાનો આવ્યો હતો. ખાસ વાત છે કે, ભચાઉથી 20 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિન્દુ નોંધાયુ હતુ. કચ્છ જિલ્લાના ભચાઉ અને રાપર તાલુકામાં આજે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સાત મિનિટના ટૂંકા ગાળામાં આવેલા આ બે આંચકાઓને કારણે લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના ડેટા મુજબ સૌપ્રથમ આંચકો રાત્રે 10:12 વાગ્યે ભચાઉમાં નોંધાયો હતો. જેની તીવ્રતા 3.4 મેગ્નિટ્યુડની હતી અને તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 16 કિલોમીટર દૂર હતું. ત્યારબાદ તેનાથી માત્ર સાત મિનિટ બાદ રાત્રે 10:19 વાગ્યે રાપરમાં બીજો આંચકો અનુભવાયો હતો. આ આંચકાની તીવ્રતા 2.7 મેગ્નિટ્યુડની હતી અને તેનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર હતું. આ આંચકાઓથી કોઈ જાનહાનિ કે મોટી સંપત્તિને નુકસાન થયાના અહેવાલો નથી. પરંતુ સતત ભૂકંપના આંચકા અનુભવાતા હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે.
ભચાઉ અને રાપર બંને ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં આવેલા છે. જેના કારણે ભૂકંપના હળવા આંચકા પણ લોકોમાં ભારે ગભરાટ પેદા કરે છે. ભૂકંપ બાદ ઘણા લોકો પોતાના ઘરની બહાર ખુલ્લા મેદાનમાં ભેગા થયા હતા. ભૂકંપના આંચકાની ચિંતાને કારણે કેટલાક લોકોએ રાત્રે ઘરની બહાર રહેવાનું પસંદ કર્યું હતું. જોકે તંત્ર દ્વારા લોકોને ગભરાયા વગર સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.
ભૂકંપ આવે ત્યારે બચવા શું કરશો -
ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો.ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો.ઘરના કોઈ ખૂણામાં જતા રહો.કાંચ બારીઓ દરવાજા અને દિવાલથી દૂર રહો.પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો.આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.લિફ્ટનો ઉપયોગ કરતા બચો..પેંડુલમની જેમ હલીને દિવાલ સાથે લિફ્ટ અથડાઈ શકે છેલાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે.નબળી સીઢીઓનો ઉપયોગ ન કરો..સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સીઢીયો મજબૂત નથી હોતી.ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહોઆંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.