વાંસદા ટાઉન, ખડકલા સર્કલ ઉપસદ સહિતના અનેક વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. 2.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું એપી સેંટર નવસારીથી 10 કિલોમીટર દૂર નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે સોમવારે પણ 8.30ની આસપાસ ઉપરા ઉપરી બે થી ત્રણ આંચકા અનુભવાયા હતા. રાત્રે 8.30 કલાકે 2.0ની તીવ્રતાનો, 8.33 કલાકે 2.1ની તીવ્રતાનો અને 8.40 કલાકે 2.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.