અરવલ્લીઃ મોડાસા નજીક અમદાવાદ-ઉદેપુર હાઇવે પર આજે અકસ્માત સર્જાયો હતો. જેમાં શામળાજીથી દર્શન કરી પરત ફરી રહેલા ચાર શ્રદ્ધાળુઓના મોત થયા હતા.



મળતી માહિતી પ્રમાણે મોડાસાના દાવલી પાસે ટ્રકે મુસાફરો ભરેલી રીક્ષાને અડફેટે લીધી હતી. રીક્ષામાં બેઠેલા મુસાફરો પૂનમ નિમિત્તે શામળાજીથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બનેલી જીવલેણ ઘટનામાં ચાર શ્રદ્ધાળુના સ્થળ પર જ મોત થયા હતા. અકસ્માતના કારણે રોડ પર લોહીના ખાબોચિયા ભરાઇ ગયા હતા.



જ્યારે છથી વધારે મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોને હિંમતનગરની સિવિલ હોસ્ટિપલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકો અને ઘાયલ થયેલા લોકો તલોદના ગઢી ગામના વતની હોવાનું જાણવા મળી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં લાગુ થયું રાષ્ટ્રપતિ શાસન, કેબિનેટની ભલામણ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી મંજૂરી

દિપક ચહરે ફરી કર્યો કમાલ, ત્રણ દિવસમાં લીધી બીજી હેટ્રિક, જાણો વિગત

કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂર સામે જાહેર થયું વોરંટ, PM મોદી પર કરી હતી વાંધાનજક ટીપ્પણી