ધોરણ 1થી5ના વર્ગો શરૂ કરવાના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટત સંકેત આપ્યાં છે. રાજકોટ ભાજપના સ્નેહ મિલન દરમિયાન તેમણે આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી.
ધોરણ 1થી5ના વર્ગો શરૂ કરવાના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટત સંકેત આપ્યાં છે. રાજકોટ ભાજપના સ્નેહ મિલન દરમિયાન તેમણે આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. ભાજપના સ્નેહ મિલન દરમિયાન તેમણે આ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, સરકાર 1થી5 ધોરણના ઓફલાઇન ક્લાસ શરૂ કરવાને લઇને ટૂંક સમયમાં જ નિર્ણય જાહેર કરશે. તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ મુદ્દે વિચાર વિમર્શ કર્યાં બાદ ટૂંક સમયમાં જ આ મુદ્દે નિર્ણય જાહેર કરાશે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્યમાં પ્રાથમિક શાળા શરૂ કરવા અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, વાત બાળકોના સ્વાસ્થ્ય હિત સાથે જોડાયેલી છે તેતી કમિટીના અને વિશેષજ્ઞો સાથે બેઠક કરીને ધોરણ 1થી5ના ઓફલાઇન ક્લાસ શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે,. કોરોનાની અસર ઓછી થાય એટલે બંધ શાળા ફરી શરુ કરવાનો નિર્ણય કરાશે. નોંધનય છે કે, ગત સપ્તાહે,કેબિનેટની બેઠક બાદ શિક્ષણ મંત્રીએ જણાયું હતું કે, આરોગ્ય વિભાગ સાથે પરામર્શ બાદ જ શાળા ખોલવા અંગે નિર્ણય લેવાશે. જો કે રોજકોટ સ્નેહ મિલનમાં તેમણે જણાવ્યું કે, ટૂંક સમયમાં જ ધોરણ 1થી5ના ઓફલાઇન ક્લાસ શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે. તો બીજી તરફ કોરોનાની સ્થિતિની વાત કરીએ તો
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 24 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,654 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 4,62,380 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
છે.