અમદાવાદ: પ્રતાપનગર-એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેનો 17મી સપ્ટેમ્બરથી 23મી સપ્ટેમ્બર 2023 સુધી રદ રહેશે. ભારે વરસાદને કારણે ચાંદોદ-એકતાનગર વચ્ચેના પુલ નં. 61 અને 76માં જોખમી સ્તરથી ઉપર પાણી વહી જવાને કારણે રેલ વ્યવહાર સ્થગિત કરવામાં આવ્યો છે. આ કારણે 17મી સપ્ટેમ્બરથી 23મી સપ્ટેમ્બર 2023 સુધી જે ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવશે તે નીચે મુજબ છે.
17મી સપ્ટેમ્બરથી 23મી સપ્ટેમ્બર 2023 સુધી રદ કરાયેલી ટ્રેનો:
1. ટ્રેન નંબર 09107 - પ્રતાપ નગર - એકતાનગર મેમુ
2. ટ્રેન નંબર 09108 - એકતાનગર - પ્રતાપ નગર મેમુ
3. ટ્રેન નંબર 09109 – પ્રતાપ નગર – એકતાનગર મેમુ
4. ટ્રેન નંબર 09110 - એકતાનગર - પ્રતાપ નગર મેમુ
5. ટ્રેન નંબર 09113 - પ્રતાપ નગર - એકતાનગર મેમુ
6. ટ્રેન નંબર 09114 - એકતાનગર - પ્રતાપનગર મેમુ
7. ટ્રેન નંબર 20947 – અમદાવાદ – એકતાનગર જન શતાબ્દી એક્સપ્રેસ
8. ટ્રેન નંબર 20950 – એકતાનગર – અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 12927 દાદર - એકતાનગર એક્સપ્રેસને વડોદરા ખાતે ટર્મિનેટ કરવામાં આવી છે અને આ ટ્રેન વડોદરા - એકતાનગર વચ્ચે 17મી સપ્ટેમ્બરથી 23મી સપ્ટેમ્બર 2023 સુધી આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 12928 એકતાનગર - દાદર એક્સપ્રેસ વડોદરાથી દાદર સુધી દોડશે અને 18મી સપ્ટેમ્બરથી 24મી સપ્ટેમ્બર 2023 સુધી વડોદરા-એકતાનગર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં થયો ઘટાડો
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ઘટાડો થયો છે. નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાંજળના વધામણાં કર્યા હતા. મુખ્યમંત્રીએ રવિવારે વહેલી સવારે એકતા નગર પહોંચ્યા હતા અને નર્મદાના પવિત્ર જળનું પૂજન કર્યું હતું.
સરદાર સરોવર નર્મદા ડેમ સાંજે 6 કલાકે
નર્મદા કાંઠાવાસીઓ માટે વધારે રાહતના સમાચાર સામે આવ્યા છે. પાણીની સપાટીમાં ઘટાડો નોંધાયો છે. 3 કલાકમાં 8 સે.મીનો ઘટાડો નોંધાયો છે. પાણીની આવકમાં ઘટાડો થયો છે. 3 કલાકમાં 1,08,467 ક્યુસેકનો ઘટાડો થયો છે. પાણીની જાવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. 3 કલાકમાં 1,08,220 ક્યૂસેકનો ઘટાડો થયો છે. નર્મદા ડેમ પાણીની સપાટી - 138.60 મીટર પર છે.
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો છે. ડેમ પર ગેટ મુકાયા બાદ 6 વખત સંપૂર્ણ ભરાયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 138 મીટર આસપાસ છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલી 18 થી 19 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.