Election 2024 Live Update: રૂપાલાને માફ નહીં કરવા ક્ષત્રિય સમાજ અડીખમ, જો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા રહો તૈયાર
Election 2024 Live Update: લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ચૂંટણી પંચ આજે જાહેરનામું બહાર પાડશે. આ સાથે નોંધણી પ્રક્રિયા શરૂ થશે
રૂપાલાના નિવેદનથી છંછેડાયેલા વિવાદ પર ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહે ડેમેજ કંટ્રોલના પ્રયાસ શરૂ કર્યા હતા. ક્ષત્રિય સમાજના આગેવાનોની આવતીકાલે ગોંડલમાં બેઠક યોજાશે. ચૂંટાયેલા પ્રતિનિધિ અને સામાજિક આગેવાનો વચ્ચે બેઠક થશે.
ભાજપના મહામંત્રી વિરેન્દ્રસિંહે કહ્યું કે ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળશે. જયરાજસિંહના ફાર્મ હાઉસમાં કાલે બેઠક મળશે. ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવાના પ્રયાસ કરાશે. રૂપાલાએ માફી માગી લીધી છે. જયરાજસિંહના ફાર્મ હાઉસ પર કાલે પાંચ વાગ્યે બેઠક મળશે
રાજકોટથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી હતી. જામનગરમાં આજે રાજપૂત સમાજની વિવિધ સંસ્થાના આગેવાનો એકઠા થયા અને પરસોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ અંગે કરેલી ટિપ્પણીનો વિરોધ કર્યો હતો. તમામે એક સૂરે કહ્યું હતું કે અમારો વિરોધ ભાજપ સામે નહીં. પરસોત્તમ રૂપાલા સામે છે. અમારી માંગ છે કે, ભાજપે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ. આ સમયે જામનગર શહેર ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ જયદીપસિંહ ઝાલાએ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
સુરતના કામરેજ તાલુકા ભાજપ સંગઠન મંત્રીએ છેડ્યો ફાડ્યો હતો. ભાજપમાંથી અલગ થયા બાદ પાયલ વઘાસિયા કોંગ્રેસમાં જોડાયા હતા. બારડોલી લોકસભાના ઉમેદવારની હાજરીમાં કોગ્રેસમાં જોડાયા હતા. કામરેજ ખાતે સિદ્ધાર્થ ચૌધરીના કાર્યક્રમમાં કૉંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. સંગઠન મંત્રી પાયલ વઘાસિયા થોડા સમયથી ભાજપથી નારાજ હતા.
જૂનાગઢમાં કોંગ્રેસ સામે જાહેરનામા ભંગની ફરિયાદ કરી હતી. વંથલી ખાતે ખાનગી સ્થળ પર કાર્યકર્તાઓની મીટિંગ યોજાઇ હતી. ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોઈ પણ જાતની મંજૂરી લેવામાં આવી ન હતી. કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાના સમર્થનમાં બેઠક યોજાઈ હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ વંથલી પોલીસમાં ફરિયાદ કરી હતી.
પરસોત્તમ રૂપાલાને લઈ રાજકોટમાં ભાજપનું ડેમેજ કંટ્રોલ શરૂ થયું હતું. પ્રદેશ અધ્યક્ષ પાટીલે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી હતી. પ્રદેશ અધ્યક્ષ પાટીલની અધ્યક્ષતામાં ક્ષત્રિય આગેવાનોની બેઠક યોજાઇ હતી. એકાદ બે દિવસમાં વિવાદનો અંત આવવાની શક્યતા છે. ભાજપના ટોચના નેતાઓએ વિવાદનો અંત આવવાનો દાવો કર્યો હતો.
રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે. ક્ષત્રિય સમાજે ભાજપને રૂપાલાની ટિકિટ કાપવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું. ક્ષત્રિય સમાજે કહ્યું હતું કે જો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહો. ભાજપ સાથે વાંધો નથી, માત્ર રૂપાલાનો વિરોધ છે. રાજકોટ લોકસભામાં રૂપાલાના વિરોધમાં મતદાન કરીશું. દરેક જિલ્લામાં ક્ષત્રિય સમાજ રૂપાલાના પૂતળાનું દહન કરશે. હાઈકોર્ટમાં પિટિશન કરવાની પણ ક્ષત્રિય સમાજની ચીમકી કરી છે.
ક્ષત્રિય સમાજે કહ્યું હતું કે રૂપાલા નહીં બદલાય તો રાજકોટ કુરક્ષેત્ર બનશે. પરશોત્તમ રૂપાલાના નિવેદન વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો આક્રોશ છે. જયદીપસિંહ વાઘેલા કહ્યુ હતું કે ભાજપ પક્ષ સાથે કોઈ વાંધો નથી. ભાજપ ટિકિટ નહીં કાપે તો ચૂંટણીમાં પરિણામ ભોગવશે.
થોડા દિવસો પૂર્વે લોકસભાના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરષોતમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ અંગે ના શોભે તેવી ટીપ્પણી એક જાહેર કાર્યક્રમમાં કરવામાં આવી હતી જેને લઈને સમગ્ર રાજ્યના રાજપૂત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને રાજપૂત સંગઠનો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આજે જામનગર ખાતે પણ જામનગરના રાજપૂત સમાજ સલગ્ન સંસ્થાઓ અને આગેવાનોએ રાજપૂત સમાજ ખાતે એક પત્રકાર પરિષદ સંબોધી હતી અને તેમાં ભાજપ સામે નહિ પણ પુરુષોતમ રૂપાલા સામે વ્યક્તિગત નારાજગી દર્શાવી અને ભાજપે તેની ટીકીટ રાજકોટ લોકસભા બેઠક પરથી રદ કરવા માંગ કરી હતી અને જો આવું કરવામાં ના આવે તો રાજપૂત સમાજ નારાજ થશે તેવી વાત આ પત્રકાર પરીષદમાં મુકવામાં આવી હતી જામનગર શહેર ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ જયદીપસિંહ ઝાલાએ આ બાબતને લઇને ભાજપમાંથી રાજીનામું આપ્યાની જાહેરાત પણ કરી હતી.આમ હવે ક્યાંક ને ક્યાંક રૂપાલાના વાણીવિલાસનો મામલો હવે જામનગર જીલ્લામાં પણ ગરમાયો છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મિશન સૌરાષ્ટ્ર પર રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટ લોકસભા સંસદીય વિસ્તારમાં પાટીલે બેઠક યોજી હતી. રાજકોટ લોકસભાના બુથ પ્રમુખો, આગેવાનો સાથે બેઠક કરી હતી. તેમણે કાર્યકરોને ટેક્નોલોજી અને ડેટાનો ઉપયોગની સલાહ આપી હતી. પાટીલે કહ્યું કે ટેક્નોલોજીનો ઉપયોગ અને ડેટાનો ઉપયોગ બંને અલગ છે. લાભાર્થીઓના ડેટાનું વિશ્લેષણ કરી લાભાર્થીઓ સુધી પહોંચવું છે.
પાટીલે કહ્યું હતું કે ડેટા જાતે જ ઉભો કરવો પડશે. જનપ્રતિનિધિઓનું કાર્યાલય હોય તે જરૂરી છે. સરકારી યોજનાઓનો લાભ મળ્યો હોય તેમનો ડેટા જરૂરી છે. પેજ કમિટીના સભ્યો બનશો તો જ બુથ પ્રમુખો બની શકશો. પેજ કમિટી થકી મતદાન વધારવું શક્ય છે. પેજ કમિટીના સભ્યોની જવાબદારી મતદાન વધારવાની છે. પેજ કમિટીના સભ્યોનું મતદાનમાં સૌથી વધારે મહત્વ છે. અન્ય પ્રદેશના નેતાઓ ગુજરાતના કાર્યકરોની કાર્યપદ્ધતિને અનુસરે છે. ભાજપના કાર્યકર્તાઓ પાસેનું પેજ કમિટીનું હથિયાર તમામ માટે પ્રેરણારૂપ છે.
બ્રેકગ્રાઉન્ડ
Lok sabha Election 2024 Live Update:લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ચૂંટણી પંચ આજે જાહેરનામું બહાર પાડશે. આ સાથે નોંધણી પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારો આજથી ઉમેદવારી નોંધાવી શકશે. બીજા તબક્કામાં 26 એપ્રિલે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર અને બુલંદશહર સહિત યુપીની આઠ બેઠકો પર મતદાન થશે. આ ઉપરાંત, સમાન તબક્કામાં આઉટર મણિપુર લોકસભા સીટના એક ભાગમાં 13 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે.
13 રાજ્યોની 26 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે.
લોકસભા ચૂંટણીની સાથે ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા અને ગુજરાત સહિત 13 રાજ્યોની 26 વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થશે. સંબંધિત રાજ્યોમાં લોકસભા ચૂંટણીની એ જ તારીખે પેટાચૂંટણી માટે મતદાન થશે. આમાં હિમાચલમાં સૌથી વધુ છ, ગુજરાતમાં પાંચ અને ઉત્તર પ્રદેશમાં ચાર બેઠકો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -