Gujarat Exit Poll 2024 LIVE: ગુજરાતમાં કૉંગ્રેસનું ખાતુ ખુલશે, જાણો ભાજપને કેટલી બેઠકો મળશે

ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે એક્ઝિટ પોલ (Gujarat Exit Poll 2024 ) ટૂંક સમયમાં  જાહેર કરવામાં આવશે.

gujarati.abplive.com Last Updated: 01 Jun 2024 11:55 PM
NDA દેશભરમાં 543માંથી 353-383 સીટો કબજે કરી શકે

લોકસભા ચૂંટણી 2024 માટે મતદાનના તમામ તબક્કાઓ શનિવાર (1 જૂન, 2024)ના રોજ પૂર્ણ થયા હતા. આ પછી એક્ઝિટ પોલના પરિણામો પણ આવ્યા. એક્ઝિટ પોલના પરિણામો અનુસાર ભારતીય જનતા પાર્ટી (BJP) ફરી એકવાર બમ્પર સીટો સાથે સરકાર બનાવતી દેખાઈ રહી છે. આંકડાઓ અનુસાર આ વખતે એનડીએ ગઠબંધન અગાઉના આંકડાને પણ પાર કરશે. NDA દેશભરમાં 543માંથી 353-383 સીટો કબજે કરી શકે છે. વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનને   152-182 બેઠકો મળવાની આશા છે.

Lok Sabha Election Exit Poll Live: ABP-CVoter એક્ઝિટ પોલમાં 543 બેઠકો પર કોને લીડ મળી?

એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલમાં એનડીએને 353-383 બેઠકો, ઇન્ડિયા એલાયન્સને 152-182 બેઠકો અને અન્યને 4-12 બેઠકો મળવાની સંભાવના છે. 

ગુજરાતમાં ભાજપનો દબદબો રહેશે

ટાઈમ્સનાઉના સર્વે મુજબ ભાજપ ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતશે. ફરી એકવાર કોંગ્રેસનું ખાતું નહીં ખૂલે. 

ન્યૂઝ 24 ટુડે ચાણક્ય એક્ઝિટ પોલ

ન્યૂઝ 24 ટુડે ચાણક્યના જણાવ્યા અનુસાર ભાજપ ગુજરાતની તમામ 26 સીટો કબજે કરી શકે છે. ભાજપ હિમાચલની ચારેય બેઠકો જીતે તેવી અપેક્ષા છે. 

ગુજરાતમાં કૉંગ્રેસનુ ખાતુ ખુલશે

એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલ

એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલના ડેટા અનુસાર, ગુજરાતમાં NDAને 62 ટકા વોટ મળવાની સંભાવના છે, ઈન્ડિયા એલાયન્સને 35 ટકા વોટ અને અન્યને 3 ટકા વોટ મળવાની શક્યતા છે. એક્ઝિટ પોલ અનુસાર, ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી એનડીએને 25-26 બેઠકો અને ઈન્ડિયા એલાયન્સને 0-1 બેઠકો મળવાની સંભાવના છે.

ભાજપને 25 સીટો મળવાની શક્યતા

આજતકના એક્ઝિટ પોલ અનુસાર ગુજરાતમાં ભાજપને 25 સીટો પર સફળતા મળી શકે છે. કોંગ્રેસ એક બેઠક જીતે તેવી શક્યતા છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો જીતી હતી. 2024 લોકસભા  ચૂંટણીમાં કૉંગ્રેસનું ગુજરાતમાં ખાતુ ખુલી શકે છે. 

ગુજરાતમાં કૉંગ્રેસનું ખાતુ ખુલશે

ABP અસ્મિતાના પોલમાં કૉંગ્રેસનું ગુજરાતમાં ખાતુ ખુલી શકે છે. ગુજરાતમાં ભાજપને 25 બેઠકો મળી શકે છે, જ્યારે કૉંગ્રેસને 1 બેઠક મળી શકે છે.  

ગુજરાતમાં ભાજપને 2 બેઠકોનું નુકશાન

R ભારત મુજબ ગુજરાતમાં ભાજપને 2 બેઠકોનું નુકશાન થઈ શકે છે. ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધનને 2 બેઠકો મળી શકે છે. 

શું ભાજપ પોતાનો ગઢ બચાવી શકશે?

ગુજરાત ભાજપનો સૌથી મજબૂત ગઢ છે. આ વખતે વિપક્ષ તેમાં સેંઘ મારી શકશે કે નહીં? તેનો ટ્રેન્ડ એક્ઝિટ પોલમાં જોવા મળશે. 

સુરતમાં મુકેશ દલાલ બિનહરીફ વિજેતા

ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. સુરત બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા અહીં  સુરત લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા બન્યા છે. 

ચૂંટણીના પરિણામ  4 જૂને આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બીજી વખત ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનું ભાવિ EVMમાં બંધ છે. લોકસભા ચૂંટણીના પરિણામ  4 જૂને આવશે. 

નવસારીથી પાટીલે જીત નોંધાવી હતી

લોકસભા ચૂંટણી 2019 માં સીઆર પાટીલે ગુજરાતની નવસારી લોકસભા બેઠક પરથી સૌથી મોટી જીત નોંધાવી હતી. સીઆર પાટીલે 689668 મતોથી રેકોર્ડ જીત મેળવી હતી.

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Lok Sabha Election Exit Poll Results 2024: ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે એક્ઝિટ પોલ (Gujarat Exit Poll 2024 ) ટૂંક સમયમાં  જાહેર કરવામાં આવશે. ગુજરાતની 25 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન થયું હતું. કુલ 56.23 ટકા મતદાન નોંધાયું હતું.


સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે બિનહરીફ ચૂંટણી જીતી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ચાર કેન્દ્રીય મંત્રીઓ પણ ગુજરાતમાં ચૂંટણી જંગમાં છે. તમને જણાવી દઈએ કે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ 26 સીટો પર જીત મેળવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બીજી વખત ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી પરિણામ 4 જૂને આવશે. 


લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ હતી. લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી 1 જૂન સુધી 7 તબક્કામાં મતદાન થયું હતું. 543 બેઠકો પર યોજાયેલી લોકસભા ચૂંટણીના પરિણામ 4 જૂને આવશે.


-પ્રથમ તબક્કો- 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન.


-બીજા તબક્કામાં 26 એપ્રિલે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થયું હતું. મધ્યપ્રદેશના બેતુલમાં ચૂંટણીની તારીખ બદલીને 7 મે કરવામાં આવી હતી.


-ત્રીજો તબક્કો- 7 મેના રોજ 12 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થયું હતું. ગુજરાતના સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. આ સિવાય જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સીટ પર ત્રીજા તબક્કાના બદલે 25 મેના રોજ મતદાન થયું હતું.


-ચોથા તબક્કામાં 13 મેના રોજ 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થયું હતું.


-પાંચમો તબક્કો- 20 મેના રોજ 8 રાજ્યોમાં 49 બેઠકો પર મતદાન થયું હતું.


-છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ 7 રાજ્યોની 58 સીટો પર મતદાન થયું હતું.


-સાતમો તબક્કો- 1 જૂને 8 રાજ્યોમાં 57 સીટો પર મતદાન થયું હતું. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.