25 સપ્ટેમ્બર શનિવારે માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં યોજાશે. ઉલ્લેખિય છે કે, કુલ  7 સભ્યોની પસંદગી માટે મતદાન થશે.


25 સપ્ટેમ્બર શનિવારે માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં યોજાશે.જેમાં 74,146 મતદારો રાજ્યના 126 મતદાન મથકો પર મતદાન કરશે.
સામાન્ય રીતે દર 3 વર્ષે આ ચૂંટણી યોજાય છે.


 માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણીમાં 1 સંચાલક, 1 આચાર્ય, 1 ઉચ્ચતરના શિક્ષક, 1 માધ્યમિકના શિક્ષક, 1 ક્લાર્ક અથવા પ્યુન, 1 ઉત્તર બુનિયાદી શિક્ષક અથવા આચાર્ય, 1 વાલી મંડળના સભ્ય, 1 સરકારી માધ્યમિક શાળાના શિક્ષક અને 1 બી.એડ. કોલેજના પ્રિન્સિપલની વરણી થતી હોય છે.


ઉલ્લેખનિય છે કે, પહેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં મતદારોને મતદાન કરવા માટે શાળામાંથી પ્રમાણપત્ર લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો એટલે કે શાળામાંથી હોદ્દો ધરાવતા હોવા અંગેનું પ્રમાણપત્ર મતદાન માટે ફરજીયાત બનાવવામાં આવ્યું હતું. જો કે  જો કે આ નિર્ણયનો વિરોધ થતાં આ નિર્ણયને પરત ખેંચી લેવાયો છે. જેમાં છેલ્લા સમયે કરવામાં આવેલા ફેરફારના પગલે અનેક મતદારો મતદાનથી વંચિત રહી જાય તેવી રજૂઆત કરાતા નિર્ણય પરત ખેંચી લેવાયો હતો. જેથી હવે મતદારો મતદાન માટે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલા ફોટા સાથેના ઓળખપત્રનો ઉપયોગ કરીને મતદાન કરી શકશે.


ઉલ્લેખનિય છે કે, માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી  સવારે દર વર્ષે રાજ્યમાં મુખ્ય બે સંચાલક મંડળ વચ્ચે યોજાતી હતી. પહેલીવાર ચૂંટણીમાં ચાર પક્ષ જોવા મળશે. ઓલ ગુજરાત વાલી મંડળ પણ પ્રાથમિક સ્કૂલથી આગળ વધીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ચૂંટણી લડી રહ્યું છે


 પહેલીવાર અખિલ ગુજરાત શાળા સંચાલક મંડળ અને મહામંડળ ઉપરાંત ખાનગી સ્કૂલ સંચાલક મંડળે પણ પોતાનો ઉમેદવાર બોર્ડની ચૂંટણીમાં ઊભા રાખ્યા છે. આ વખતે 9 સીટો માટે ચૂંટણી યોજાશે.