Pramukh Swami Maharaj Shatabdi Mahotsav:કોરોના સંક્રમણ અંગે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્વમાં એન્ટ્રી માટે  ગાઈડ લાઈન જાહેર કરાઇ છે. શતાબ્ધી મહોત્સવમાં વિદેશથી પણ ભાવિકો આવતા હોવાથી સંક્રમણ ન ફેલાઇ માટે એક ગાઇડલાઇન રજૂ કરાઇ છે.


અમદાવાદમાં  પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં રોજ લાખોની સંખ્યામાં ભક્તો આવી રહ્યાં છે. તો બીજી તરફ અહી વિદેશથી પણ ભક્તો આવે છે. હાલ ચીન અમેરિકા જાપાન સહિતના દેશોમાં ફરી કોરોનાના  સંખ્યાબંધ કેસ આવી રહ્યાં છે. અહીં ઓમિક્રોનનો ઝડપથી ફેલાતો સબવેરિયન્ટ BF.7નું સંક્રમણ કાળો કેર વર્તાવી રહ્યું છે. આ સ્થિતિ ભારત માટે પણ ખતરાની ઘંટી સમાન છે. તે આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને અગમચેતીના ભાગ રૂપે  સરકાર સાથે વિચાર વિમર્શ બાદ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ નીચે મુજબ જણાવ્યું છે કે આ મહોત્સવમાં એન્ટ્રી માટે હવે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે.


શું છે મહોત્સવમાં એન્ટ્રી માટેની ગાઇડ લાઇન



વિશ્વભરમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા થઈ રહેલા કેસના પગલે વિચાર  વિમર્શ કરતા જાહેર જનહિત માટે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પધારનાર ભક્તો-ભાવિકો માટે આગોતરી ગાઈડ લાઇન જાહેર કરી છે. જેનું અમલીકરણ  26 ડિસેમ્બરથી થશે. .

1. મહોત્સવની સેવામાં જોડાયેલા તમામ સ્વયંસેવકો અવશ્ય માસ્ક પહેરશે, સાથે સાથે મહોત્સવની દર્શન-યાત્રાએ પધારનાર સર્વે દર્શનાર્થીઓને પણ માસ્ક અવશ્ય પહેરવા વિનંતી છે. મહોત્સવ સ્થળ - પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રવેશ મેળવવા માટે માસ્ક પહેરવાનો ફરજિયાત છે.

2. મહોત્સવ મહદ અંશે વિશાળ અને ખુલ્લા વાતાવરણમાં છે, આથી સોશ્યલ ડિસ્ટન્સ રાખીને મહોત્સવનો લાભ લેવો.

3. એકબીજા સાથે હાથ મિલાવવાનું ટાળવું. નમસ્કાર મુદ્રાથી જ અભિવાદન કરવાનો આગ્રહ રાખવો.

4. શરદી, તાવ, ઉધરસ જેવી તકલીફ ધરાવનાર વ્યક્તિએ મહોત્સવમાં ન આવવાનું સૂચના.
5. કો-મોર્બીડ લક્ષણ (હૃદયરોગ, બીપી, ડાયાબિટીસ, કિડની ડીસીઝ વગેરે) ધરાવતી વ્યક્તિઓએ ભીડમાં આવવાનું ટાળવું.

6. 24 બાદ  વિદેશથી મહોત્સવમાં આવનાર ભક્તોએ કોરોનાના ટેસ્ટનું નેગેટિવ સર્ટી આપવાનું રહેશે.

7. મહોત્સવમાં ઠેર ઠેર સ્વચ્છ ટોઇલેટ બ્લોક્સ રાખવામાં આવ્યા છે, ત્યાં સાબુ અને હેન્ડ સેનિટાઈઝર રાખવામાં આવ્યા છે, તેનો ઉપયોગ કરવો અને પોતાના હાથ સમયે સમયે સ્વચ્છ રાખવા.

8. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO), ભારત સરકારના આરોગ્ય મંત્રાલય તેમજ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રાલયના નિર્દેશ મુજબ, કોરોનાથી ગભરાવાની જરૂરિયાત નથી પરંતુ સાવધાની અવશ્ય રાખીએ, વેક્સિનનો કોઈ ડોઝ લેવાનો બાકી હોય તો તે વહેલામાં વહેલી તકે લઈ લઈએ.