અંબાજી: અંબાજીના દર્શને રાજ્યભરમાંથી ભક્તો ઉમટી રહ્યાં છે ત્યારે માં અંબાના દર્શન કરવા માટે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ દાંતા ખાતે આવી પહોંચ્યા છે. છેલ્લા કેટલાંક વર્ષોથી આનંદીબેન દર વર્ષે દાંતા ખાતે આવેલા પાટણ ભાજપ દ્વારા બાંધવામાં આવતા સિદ્ધ હેમ સેવા કેમ્પની મુલાકાત લે છે. જો કે આ વર્ષે આ કેમ્પની મુલાકાત તેમણે લીધી નથી, જેના માટે સમયનો અભાવ કારણભુત ગણાવાયો છે અને તેઓ સીધા જ અંબાજી જવા રવાના થયા હતા. સેવા કેમ્પે આદિવાસી નૃત્યથી આનંદીબેનનું સ્વાગત કર્યુ હતું.