Rajkot: રાષ્ટ્રના પીઢ ક્ષત્રિય અગ્રણી અને માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનુ આજે સવારે નિધન થયું છે.. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારાસભ્ય સભ્ય તરીકે ગોંડલમાંથી ચૂંટાઈને આવ્યા હતા. મહિપતસિંહ જાડેજા ગોંડલના રીબડા ગામનું બહુચર્ચિત નામ હતું તેમના નિધનથી રાજ્યના ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી છવાઈ છે.
ઉઠાવતા હતા ખેડૂતોના પ્રશ્નો
મહિપતસિંહ જાડેજા ગુજરાતના ટોચના ક્ષત્રિય આગેવાન હતા. મહિપતસિંહ જાડેજાએ ધારાસભ્ય કાળ દરમિયાન સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા હતા. રીબડા તેમના નિવાસ્થાનેથી 9:30 વાગ્યે અંતિમયાત્રા નીકળશે.
સૌરાષ્ટ્રના રાજકારણનું મોટું અને બહુચર્ચિત નામ
મહિપતસિંહ જાડેજા સૌરાષ્ટ્રના રાજકારણનું મોટું અને બહુચર્ચિત નામ હતું. તેઓને સરકાર દ્વારા બહારવટીયા પણ જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં તેઓ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તેઓ ગોંડલના ધારાસભ્ય બન્યા હતા. તેઓએ ક્ષત્રિય સેનાની પણ સ્થાપના કરી છે જેના તેઓ પ્રમુખ પણ બન્યા હતા.
અનોખી રીતે ઉજવ્યો હતો 83મો જન્મદિવસ
મહિપતસિંહે 83મો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. તેમણે જન્મદિવસની પોતાના મરસિયા સાંભળીને ઉજવણી કરી હતી. મહિપતસિંહ જાડેજાએ તે સમયે કહ્યું હતું કે કોઇ માણસ મૃત્યુ પહેલા મરસિયા સાંભળી ન શકે પરંતુ તેમણે જીવન જીવી લીધું છે અને હવે તેની મરસિયા સાંભવાની ઇચ્છા છે. મરસિયાની આ પરંપરા શુરા રણબંકા હમીરજી ગોહીલ બાદ ક્ષત્રિય સમાજના મહિપતસિંહ પોતાના મરસિયા ગવડાવ્યા હતા. લોકસાહિત્યના 12 જેટલા કવિઓ આ મરસિયા ગાયા હતા. તેની સાથે સાથે મહિપતસિંહ વતન રીબડાની 111 દિકરીઓને કન્યાદાન પણ કર્યું હતું. મહિપતસિંહ જીવતું જગતિયુ કર્યું હતું. મહિપતસિંહ જાડેજા પોતે માનતા હતા કે તેમણે જીવનના તમામ રંગો તેમણે જોઇ લીધા છે અને એટલા માટે અંતિમ રંગ પોતાના જ મરસિયા પણ તેઓ જોવા માંગે છે અને એટલા માટે જ આ કાર્યક્રમ કર્યો હતો.
બજેટની અનોખી વાતો
કેસી નિયોગીને ક્યારેય બજેટ રજૂ કરવાની તક મળી નથી
જો સ્વતંત્ર ભારતના બજેટની વાત કરીએ તો અત્યાર સુધી એક જ નાણામંત્રી એવા છે જે બજેટ રજૂ કરી શક્યા નથી. તે નાણાં પ્રધાન કેસી નિયોગી હતા. તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે જે નાણામંત્રી રહ્યા પરંતુ બજેટ રજૂ કરી શક્યા ન હતા. હકીકતમાં, 1948 માં, તેઓ માત્ર 35 દિવસ માટે નાણામંત્રી પદ પર હતા. તેમના પછી જોન મથાઈને ભારતના ત્રીજા નાણામંત્રી બનાવવામાં આવ્યા. આ પછી તેમણે બજેટ રજૂ કર્યું.
આ નાણામંત્રીએ સૌથી વધુ વખત બજેટ રજૂ કર્યું છે
તમને જાણીને નવાઈ લાગશે કે સ્વતંત્ર ભારતમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ મોરારજી દેસાઈના નામે છે. મોરારજી દેસાઈએ નાણામંત્રી તરીકે દસ વખત દેશનું બજેટ રજૂ કર્યું છે. જેમાં આઠ સામાન્ય બજેટ અને બે વચગાળાના બજેટનો સમાવેશ થાય છે.